રાજ્યમાં 90 નવી સરકારી શાળાઓની મંજૂરી, પાટણ જિલ્લામાં ચાર શાળાઓ શરૂ થશે
પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકારે વર્ષ 2025-26ના અંદાજપત્રમાં EDN-19 હેઠળ રાજ્યભરમાં કુલ 90 નવી સરકારી શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપી છે. તેમાં બિન-આદિજાતિ વિસ્તારમાં 70 માધ્યમિક શાળાઓ, આદિજાતિ વિસ્તારમાં 15 માધ્યમિક શાળાઓ અને 5 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ
રાજ્યમાં 90 નવી સરકારી શાળાઓની મંજૂરી, પાટણ જિલ્લામાં ચાર શાળાઓ શરૂ થશે


પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકારે વર્ષ 2025-26ના અંદાજપત્રમાં EDN-19 હેઠળ રાજ્યભરમાં કુલ 90 નવી સરકારી શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપી છે. તેમાં બિન-આદિજાતિ વિસ્તારમાં 70 માધ્યમિક શાળાઓ, આદિજાતિ વિસ્તારમાં 15 માધ્યમિક શાળાઓ અને 5 ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે.

આ તમામ શાળાઓ માટે શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની જગ્યાઓ ઊભી કરવા માટે રૂ. 13.45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શાળાઓ માટે પગાર ભથ્થાં અને કચેરી ખર્ચ સહિતની વ્યવસ્થાની દરખાસ્ત શાળાઓની કચેરીના નિયામકશ્રીએ રજૂ કરતા તેને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. પાટણ જિલ્લાના સાંતલપુરના બોરુડા, રાધનપુરના કમાલપુર, સરસ્વતીના ઓઢવા અને સમી તાલુકાના નાયકા ગામમાં નવી ચાર માધ્યમિક શાળાઓ શરૂ થશે. આ નવી શાળાઓથી વિદ્યાર્થીઓને નજીકમાં જ ઉચ્ચ શિક્ષણની વધુ સુવિધાઓ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande