સુરત, 2 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના લાલગેટ વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે વેડરોડ વિસ્તારમાં રહેતા યુવકના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં બંને વચ્ચે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં અવારનવાર વાતચીત થતી હતી. ત્યારબાદ યુવતીએ પોતાનો મોબાઈલ નંબર પણ યુવકને આપ્યો હતો. પરંતુ યુવકે તેની સાથે વાતચીત કર્યા બાદ પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. પરંતુ યુવતી તાબે ન થતા યુવકે તેનો પીછો કરવાનું ચાલુ કર્યું હતું. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે પ્રેમ સંબંધ માટે ના પાડતા યુવકે તેને એલફેલ ગાળો આપી જાતિ વિષયક અપમાનજનક ગાળો બોલી હતી. જેથી ભોગ બનનાર યુવતીએ આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે લાલગેટ વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે વેડ રોડ પર અખંડ આનંદ કોલેજ ની સામે આવેલ ત્રિલોકનગર સોસાયટીમાં રહેતા યસ સંજયભાઈ પવારના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે ૧૫થી ૨૦ દિવસ સુધી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હતી. આ દરમિયાન યશે યુવતી નો મોબાઇલ નંબર માંગતા યુવતીએ પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. જેથી આખરે બાદમાં યસ અવારનવાર તેને ફોન કરીને તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ માટે ના પાડી માત્ર મિત્રતાનો સંબંધ રાખવા જણાવ્યું હતું. પરંતુ યશ પવારે તેને વહાર્ટસપ મેસેજમાં તથા ટેક્સ મેસેજ કરીને યુવતીને એલફેલ ગાળો આપી હતી. એટલું જ નહીં પરંતુ જાતિ વિષયક અપમાનજનક ગાળો પણ બોલી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે લાલગેટ પોલીસ મથકમાં યસ પવાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ કરી ગતરોજ મોડી રાત્રે તેને ઝડપી પાડી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે