લસકાણામાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી ટોળકીએ 5.80 લાખ પડાવ્યા
સુરત, 2 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના લસકાણા વિસ્તારમાં રહેતા વેપારીને ચાર મહિલા તથા પાંચ યુવકોએ ભેગા મળી અને હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો. વેપારીને મળવા માટે બોલાવી બાદમાં રમ અંદરથી બંધ કરી દીધો હતો. આ દરમિયાન કેટલાક યુવકોએ પોલીસ તરીકે ખોટી ઓળખ આપી રેડ પાડી
Honey trap


સુરત, 2 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના લસકાણા વિસ્તારમાં રહેતા વેપારીને ચાર મહિલા તથા પાંચ યુવકોએ ભેગા મળી અને હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો. વેપારીને મળવા માટે બોલાવી બાદમાં રમ અંદરથી બંધ કરી દીધો હતો. આ દરમિયાન કેટલાક યુવકોએ પોલીસ તરીકે ખોટી ઓળખ આપી રેડ પાડી હતી અને વેપારીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી રોકડા રૂપિયા 5.60 લાખ પડાવી લીધા હતા અને તેમની પાસેથી રૂપિયા 20,000 લૂંટી લીધા હતા. બનાવને પગલે આખરે ભોગ બનનાર વેપારીએ લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર મહિલા તથા પાંચ ઈસમો સામે લૂંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, લસકાણા વિસ્તારમાં રહેતા વેપારીને હેમલત્તા ખેની નામની મહિલાએ મળવા માટે લસકાણા વિસ્તારમાં બપોરના એકાદ વાગ્યાના અરસામાં બોલાવ્યો હતો. વેપારી મળવા માટે જતા હેમલત્તા ખેનીએ તથા અન્ય બે મહિલાઓએ તથા માયા નામની મહિલાએ ભેગા મળીને તેમને રૂમમાં અંદર દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન કેટલાક યુવકોએ ઘરમાં રેડ પાડી હતી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ખોટા આઇકાર્ડ બતાવી ધમકી આપી હતી. વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 10,00,000 ની માંગણી કરી તેને એલ ફેલ ગાળો આપી માર માર્યો હતો અને રૂમમાં ગાંધી દીધો હતો. ત્યારબાદ વેપારી પાસેથી રૂપિયા 5.60 લાખ પડાવી તથા રોકડા રૂપિયા 20,000 લૂંટી લઈ કુલ રૂપિયા 5.80 લાખની લૂંટ ચલાવી હતી. જેથી આખરે બાદમાં ભોગ બનનાર વેપારીને પોતાની સાથે હનીટ્રેપ થઈ હોવાની જાણ થતા તેઓએ ગતરોજ લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ બનાવમાં હેમલતા ખેની (પટેલ) (રહે.સુરત), રમેશ નાવડીયા (રહે.સુરત), સંજય સુદાણી (રહે.સુરત), રામ કાકડીયા (રહે. સુરત), બે અજાણી સ્ત્રીઓ, રાહુલ કથીરીયા (રહે. સુરત), માયા સઈડા (રહે. સુરત), કેતન ભાદાણી (રહે. સુરત) અને યાજ્ઞિક લાઠીયા (રહે.સુરત) સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande