સુરત, 2 ઓગસ્ટ (હિ.સ.)-સુરત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા યોજાનાર કલા મહાકુંભ-2025-26 અંતર્ગત વેસુની ભગવાન મહાવીર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઝોન કક્ષાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ, લોકગીત/ભજન, સુગમ સંગીત, લગ્નગીત, સમૂહગીત, લોકનૃત્ય, રાસ, ગરબા સહિતની ઝોન કક્ષાની 14 કૃતિઓમાં અઠવા અને સેન્ટ્રલ ઝોનની 10થી વધુ શાળાઓના 700થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે