અંબાજી,
02 ઓગસ્ટ (હિ. સ)મહત્તમ
વિવિધ સમાજોમાં કુરિવાજોને લઇ વિપરીત પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય છે ત્યારે
અગ્રવાલ સમાજ પણ એક મોટો વર્ગ ધરાવે છે ને જે રાજકારણમાં ઓછો ને વેપાર ક્ષેત્રે
મોટી ભૂમિકા ભજવે છે જેને લઇ અગ્રવાલ સમાજના લોકો અલગ થલગ ને દૂર દરાજ રહેતા હોય
છે ત્યારે સમાજને એક જુટ ને સંગઠિત કરવા ગુજરાત રાજ્ય અગ્રવાલ વિકાસ મહાસભા દ્વારા
પ્રયાસો હાથ ધરાયા છે અગ્રવાલ વિકાસ મહાસભામાં પ્રદેશની મહિલા પાંખની નિયુક્તિ થયા
બાદ અગ્રવાલ વિકાસ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ તેમજ અન્ય કાર્યકારીણી સાથે અંબાજી
અગ્રવાલ મહિલા સમાજના સંયુક્ત પણે મધુરિકા શ્રાવણ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં
આવ્યું હતું જેમાં
ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પદાધિકારીઓના સન્માન કરવામાં આવ્યા હતા તેમજ ખાસ કરીને
સમાજમાં ચિંતા
જનક બનેલા કુરિવાજો ઉપર લગામ લગાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી એટલુંજ
નહિ સમાજમાં છોકરીઓની ઉંમર વધી રહી છે ને તેમના લગ્ન માટે અનેક મુશ્કેલીઓનો સામનો
કરવો પડી રહ્યો છે ત્યારે સમાજ માટે આ બાબતને લાલ બત્તી ગણાવી છોકરીઓને ઉમરની
મર્યાદામાજ લગ્ન કરી દેવા અને સમાજમાં ઘૂસેલી પ્રિવેડિંગની બદીને દૂર કરવા ઉપર ભાર
મુકાવ્યો હતો જયારે માં બાપ દીકરીઓના અભ્યાસને લઇ આગળ તો વધારે છે પણ દીકરીને
સ્ત્રી બનાવવાનું ભૂલી જાય છે તેવા મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હોવાનું નીલુ
શાહ (પ્રદેશ અધ્યક્ષ,અગ્રવાલ
વિકાસ મહાસભા) જણાવ્યું હતું
જોકે
સમાજમાં પ્રશ્નો આટલેજ અટકતા નથી ત્યારે લગ્નોમાં ખોટા ખર્ચા અને કુરિવાજોને લઇ
લગ્ન ગ્રંથિ થી બંધાયેલા યુવક યુવતીઓ ના સબંધો તૂટી રહ્યા છે સગપણો પણ તૂટી રહ્યા
છે જે આજના સમયમાં મોટો પ્રશ્ન ઉપસ્થિત થઇ રહ્યો છે મોટી ઉંમરે લગ્ન થતા તેમના
હોર્મોન્સ માં પણ બદલાવ આવતા જિંદગી સારી રીતે પસાર થઇ સકતી નથી જેને લઇ દીકરા
દીકરીઓને સમય સર પરણવા માટે પણ જણાવવામાં આવ્યું હતું જયારે દીકરીઓની માતા એ
દીકરીના સાસરીમાં ઇન્ટરફેર ન કરવા અને દીકરાઓની માતા એ પુત્રવધુને તેના પુત્ર સાથે
જિંદગી જીવવાના પૂરતા અધિકાર આપવા પણ નીલમ શાહ (સંસ્થાપક,સંરક્ષિતા,અગ્રવાલ સમાજ)અમદાવાદ દ્વારા જણાવવામાં
આવ્યું હતું
આ બેઠક માં અંબાજી
અગ્રવાલ સમાજ ના અઘ્યક્ષ રાધેશ્યામજી અગ્રવાલત, અગ્રવાલ વિકાસ મહાસભા ના સંરક્ષક
પોપટલાલ અગ્રવાલ, અધ્યક્ષ
દિનેશ ભાઈ, મહામંત્રી
સંજીવ અગ્રવાલ, અંબાજી
મહીલા પ્રમુખ પુષ્પા બેન અગ્રવાલ તેમજ અંબાજી અગ્રવાલ યુવા મંચ ઉપસ્થિત રહ્યાં હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ