અંબાજી
02 ઓગસ્ટ (હિ. સ)ગુજરાત
સરકાર અને EMRI GHS દ્વારા
ચાલતી નિ:શુલ્ક સેવા એટલે 108 જે ગુજરાત ભરમાં મોખરે છે અને અનમોલ જિંદગીઓ બચાવી છે તેઓ જ એક
કિસ્સો બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણી 108 ની ટીમને કોલ મળ્યો હતો તે મુજબ ધનપુરા સરકારી દવાખાના માંથીદર્દી ને પ્રસુતિ પીડા ઉપડતા
હોસ્પિટલ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થેસિવિલ હોસ્પિટલ પાલનપુર રીફર કર્યા
હતા. આ કોલ મળતાની સાથે જ ચિત્રાસણી 108 ની ટીમના ઈએમટી ગંગારામભાઈ ચૌધરી અને પાઈલોટ ભવાનજીભાઈ મહુડિયા
તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દર્દીને 108 એમ્બ્યુલન્સમાં લઈ પાલનપુર સિવિલ
હોસ્પિટલ રવાના થયા હતા. થોડીક દૂર પહોંચતા દર્દી ને પ્રસુતિ પીડાનું અહસ્ય દુખાવો
થતો હોવાથી 108 ના ઈએમટી
ગંગારામભાઈ એ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દર્દીને સંપૂર્ણ માહિતી અમદાવાદ હેડ
ઓફિસ સ્થગિત રહેલા ડોક્ટર શ્રી ને આપી અને તેમની સૂચના મુજબ અને પાયલોટ ભવાનજીભાઈ
મહુડિયાની મદદથી પ્રસુતિ કરાવી હતી.જ્યાં દર્દીને જોડિયા બાળકોનો જન્મ થયો હતો
તેમાં એક બાળકનું વજન બહુ ઓછું હતું અને ગળામાં નાળ વીંટળાયેલી હતી તો તે નાળ ને
દૂર કરી અને BVM(કુત્રિમ
શ્વાસોશ્વાસ) ની મદદ વડે બાળકને સારવાર આપી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા
ત્યાં દર્દી અને બંને બાળકોનો જીવ બચતાં તેમના સગાવહાલા દ્વારા 108
ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ