વિશ્વ અંગદાન દિવસ: પોતાના અંગોની જાળવણી એ પણ એક સ્વૈછિક અંગદાન સમાન, તો પરિવારને ચિંતા નહિ રહે
-અંગદાન અભિયાનના ચક્વ્યૂહને ભેદનારા ભીષ્મપિતા દિલીપદાદા દેશમુખ સાથે વિશેષ મુલાકાત ભુજ - કચ્છ, 2 ઑગસ્ટ (હિ.સ.) 3જી ઑગસ્ટ એટલે વિશ્વ અંગદાન દિવસ. જાતભાતની બીમારીઓ કે વાયરસના કારણે ફેલાતી બીમારીઓ હવે શરીરના કયા અંગોને નુકસાન કરશે એ મેડિકલ સાયન્સ માટે
અંગદાન અભિયાનના દાદા દિલીપભાઈ દેશમુખ


-અંગદાન અભિયાનના ચક્વ્યૂહને ભેદનારા ભીષ્મપિતા દિલીપદાદા દેશમુખ સાથે વિશેષ મુલાકાત

ભુજ - કચ્છ, 2 ઑગસ્ટ (હિ.સ.) 3જી ઑગસ્ટ એટલે વિશ્વ અંગદાન દિવસ. જાતભાતની બીમારીઓ કે વાયરસના કારણે ફેલાતી બીમારીઓ હવે શરીરના કયા અંગોને નુકસાન કરશે એ મેડિકલ સાયન્સ માટે પણ પડકાર બની શકે છે. ત્યારે, દરેક વ્યક્તિ પોતાના શરીરનો પોતે ખ્યાલ રાખે અને કુદરતી રીતે તેના અંગ સાચવયેલા રહે તેવી શીખ અને હિમાયત અંગદાન અભિયાના પ્રણેતા અને એ ક્ષેત્રમાં ભીષ્મપિતા સમાન દિલીપભાઈ દેશમુખે વ્યક્ત કરી છે.

પરિવારના સભ્યો તત્પરતા દાખવે

અંગદાન દિવસ પૂર્વે વિશેષ વાત કરતાં દિલીપદાદાએ ભુજમાં હિન્દુસ્થાન સમાચાર બહુભાષી એજન્સીને જણાવ્યું હતું કે, જરૂર પડ્યે પારિવારિક સભ્યોને અંગદાન કરવું એ દેશમાં સમયની માંગ છે. પણ પહેલાં એ વિચારવું અને કાળજી રાખવી જોઈએ કે આપણા અંગો સ્વસ્થ રહે. જો આપણા કિડની, લીવર, હૃદય કે અન્ય અંગો સ્વસ્થ હશે તો કોઈની પાસેથી લેવા નહિ પડે. જો પરિવારના તમામ સભ્યોના અંગો યોગ્ય કામ કરશે તો કોઈને આપવા પણ નહિ પડે. એટલે જંક ફૂડ, કોલ્ડડ્રિંક્સ, તેલ, ખાંડ વાળા ખોરાક કે આરોગ્યને હાનિકારક ખણીપીણીથી દૂર રહેવું હિતાવહ છે.

અંગદાન પછી પણ જિંદગી માણી શકાય

પોતે પણ કોઈનું લીવર મેળવ્યું છે એવા દિલીપદાદાએ કહ્યું કે, જો પરિવારમાં જરૂર પડે તો લીવર કે કિડની જેવા અંગોનું દાન કરવું જોઈએ. તેમના ધ્યાનમાં એવા પારિવારિક સભ્યો છે કે એકબીજાને અંગ ટ્રાન્સપ્લાન્ટ પછી 25 વર્ષથી વધુ જિંદગી માણવા સાથે જીવી રહ્યા છે. કિડની આપ્યા પછી સફળતાનો રેશિયો પહેલા વર્ષે 95%, બીજા વર્ષે 80% અને પછી દર્દી પોતાની કેવી તકેદારી રાખે છે તેના ઉપર રહે છે.

2019થી અત્યાર સુધી, ગુજરાતમાં 2071 અંગદાન

અત્યાર સુધી ગુજરાતમાં સૌથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટના 1148 કેસ નોંધાયા છે. 2019થી કુલ અંગદાનની સંખ્યા 2071 સુધી પહોંચી છે. ગુજરાતમાં ગયા વર્ષે સૌથી વધુ કિડનીના 446 ટ્રાન્સપ્લાન્ટ થયાં છે, જે ભરતભરમાં સૌથી વધુ છે. લીવરના 575, હાર્ટ 149 અને ફેફસાના 138 કેસમાં અંગ રૂપાંતરણ થયું છે. આયુષ્યમાન યોજનામાં સરકારી હોસ્પિટલના આ આંકડા છે. દેશમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં અંગદાન મહદાંશે કરાય છે. ગુજરાતી સરેરાશ 4 નંબર પર હોય છે. ઉત્તર ભારતમાં ચંદીગઢ નંબર એક ઉપર રહે છે.

અંગદાનને ધાર્મિક બંધનો નહિ

ધાર્મિક માન્યતાઓથી પર થઈને જરૂર પડ્યે અંગદાન કરવા આગળ આવવું જરૂરી છે. દધિચી ઋષિ, ભગવાન ગણેશ કે ગુરુ દત્તાત્રેય પણ અંગ ટ્રાન્સપ્લાન્ટના ઉદાહરણ છે. એમ કહીને દિલીપભાઈએ ઉમેર્યું કે, હિન્દુ ધર્મ ઉપરાંત મુસ્લિમ, ખ્રિસ્તી, બુદ્ધ સહિતના ધર્મના લોકોએ આ બાબત સ્વીકારી છે. અંગદાન અછૂત નથી. તેમણે અંગદાન પછી કાળજી રાખી કસરત કરવા, વૉકિંગ કરવા સાહિતની સલાહ પણ આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande