ભાદરવી પૂનમ મહામેળો: સેવા કેમ્પના આયોજકોએ પોતાના કેમ્પની નોંધણી ઑનલાઇન પોર્ટલ દ્વારા કરવાની રહેશે
ગાંધીનગર, 2 ઓગસ્ટ (હિ.સ.) : શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા.૦૧/૦૯/૨૦૨૫ થી તા.૦૭/૦૯/૨૦૨૫ સુધી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ યોજાનાર છે. આ મહા મેળામાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ દ્વારા પદયાત્રીઓની સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે. શ્રી આરાસુરી
અંબાજી


ગાંધીનગર, 2 ઓગસ્ટ (હિ.સ.) : શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા.૦૧/૦૯/૨૦૨૫ થી તા.૦૭/૦૯/૨૦૨૫ સુધી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ યોજાનાર છે. આ મહા મેળામાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ દ્વારા પદયાત્રીઓની સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ અને કલેક્ટરશ્રી બનાસકાંઠાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સેવા કેમ્પોની નોધણી માટે અદ્યતન પોર્ટલ બનાવવામાં આવેલ છે. અંબાજી મંદિરની વેબસાઈટ https://ambajitemple.in/bhadarvi-poonam ઉપર સેવા કેમ્પ નોધણી વિનામૂલ્યે ઘરે બેઠા કરી શકાશે.

ઓનલાઈન નોધાયેલ સેવાકેમ્પોની ચકાસણી કરી પ્રાંત અધિકારી દાંતા દ્વારા મંજૂરી આપવામાં આવશે. આગામી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ માટે સેવા કેમ્પ રજિસ્ટ્રેશન સુવિધા મંદિર ટ્રસ્ટની વેબસાઈટના અદ્યતન વેબ પોર્ટલ

https://ambajitemple.in/bhadarvi-poonam

ઉપર શરૂ કરવામાં આવેલ છે. બનાસકાંઠા સહિત રાજ્યભરના સેવા કેમ્પના આયોજકોએ પોતાના કેમ્પની નોધણી કરવા માટે અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande