શંખેશ્વરમાં ઘરફોડ ચોરી, રૂ. 40,500ની મત્તાની ચોરી
પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) : શંખેશ્વરના પાર્શ્વનાથ નગર વિસ્તારમાં ઘનશ્યામ ઉર્ફે ભરત મકવાણાના નિવાસસ્થાને તસ્કરો ઘૂસીને રૂ. 40,500ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ઘટનાની માહિતી મળતા શંખેશ્વર પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટ
શંખેશ્વરમાં ઘરફોડ ચોરી, રૂ. 40,500ની મત્તાની ચોરી


પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) : શંખેશ્વરના પાર્શ્વનાથ નગર વિસ્તારમાં ઘનશ્યામ ઉર્ફે ભરત મકવાણાના નિવાસસ્થાને તસ્કરો ઘૂસીને રૂ. 40,500ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ઘટનાની માહિતી મળતા શંખેશ્વર પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ઘટનાની રાત્રે ઘનશ્યામભાઈ અને તેમના પત્ની નીચેના દરવાજાને તાળું મારી ઉપરના માળે સૂવા ગયા હતા. તસ્કરોએ આ તકનો લાભ લઈ તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં રહેલા કબાટને તોડી રોકડ રકમ રૂ. 27,000 તથા રૂ. 13,500ની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.

ચોરાયેલા દાગીનામાં ચાંદીની 2 લક્કી (400 ગ્રામ), 2 કડલી (100 ગ્રામ) અને પગમાં પહેરવાના ઝાંઝરની 3 જોડી (500 ગ્રામ)નો સમાવેશ થાય છે. સમગ્ર ઘટનાની જાણકારી મળતા પીડિત ઘનશ્યામભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande