'એક રાખી ફૌજી કે નામ’  ફૌજી માટે રાખી – રાષ્ટ્રપ્રેમનું અનોખું પ્રતિક
પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) સરકારી ઇજનેરી કોલેજ, પાટણના એન.એસ.એસ. યુનિટ દ્વારા ૦૧ ઑગસ્ટ ૨૦૨૫ના રોજ ‘એક રાખી ફૌજી કે નામ’ થીમ હેઠળ રાખી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના જગાડવાનો અને વીર સૈનિકોન
'એક રાખી ફૌજી કે નામ’  ફૌજી માટે રાખી – રાષ્ટ્રપ્રેમનું અનોખું પ્રતિક


પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) સરકારી ઇજનેરી કોલેજ, પાટણના એન.એસ.એસ. યુનિટ દ્વારા ૦૧ ઑગસ્ટ ૨૦૨૫ના રોજ ‘એક રાખી ફૌજી કે નામ’ થીમ હેઠળ રાખી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના જગાડવાનો અને વીર સૈનિકોના સમર્પણને સલામ કરવાનો રહ્યો. આ સ્પર્ધામાં અંદાજે ૪૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ રંગબેરંગી તથા સર્જનાત્મક રાખીઓ બનાવવી.

બનાવેલ તમામ રાખીઓ ગુજરાતના નડાબેટ બોર્ડર પર તૈનાત સૈનિકોને અર્પણ કરવામાં આવશે. આ રાખીઓ સૈનિકોના અવિરત પરિશ્રમ અને રાષ્ટ્રસેવા માટેના સમર્પણનું પ્રતીક છે. કાર્યક્રમ દરમિયાન ત્રણ શ્રેષ્ઠ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા તથા તમામ ભાગ લેનારને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા.

પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની સાથે સર્જનાત્મકતા અને સામાજિક જવાબદારીની ભાવનાને પણ મજબૂત બનાવે છે. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ માનનીય આચાર્ય તથા એન.એસ.એસ. ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો, જેમના માર્ગદર્શન અને સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande