વડનગરમાં ગૌધન માટે વૃંદાવનની સ્થાપના — શહેરીજનો અને પશુપાલકો માટે ઉન્નત પહેલ
મહેસાણા, 2 ઓગસ્ટ (હિ.સ.)ઐતિહાસિક નગરી વડનગર, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત વિકાસકામો થઈ રહ્યા છે, હવે પશુપાલકો અને શહેરીજનોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ પહેલના માર્ગે આગળ વધ્યું છે. વડનગરમાં હવે ગૌધન માટે “વૃંદાવન” નામક વિશિષ્ટ ગૌચર પ્રોજેક્ટ અમલમાં
વડનગરમાં ગૌધન માટે વૃંદાવનની સ્થાપના — શહેરીજનો અને પશુપાલકો માટે ઉન્નત પહેલ


વડનગરમાં ગૌધન માટે વૃંદાવનની સ્થાપના — શહેરીજનો અને પશુપાલકો માટે ઉન્નત પહેલ


મહેસાણા, 2 ઓગસ્ટ (હિ.સ.)ઐતિહાસિક નગરી વડનગર, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત વિકાસકામો થઈ રહ્યા છે, હવે પશુપાલકો અને શહેરીજનોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ પહેલના માર્ગે આગળ વધ્યું છે. વડનગરમાં હવે ગૌધન માટે “વૃંદાવન” નામક વિશિષ્ટ ગૌચર પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવી રહ્યો છે.

ગામડાઓમાં જેમ પાંજરાપોળ અને ગૌશાળાઓ પશુઓ માટે આશરો બની રહી છે, તેમ શહેરમાં પણ હવે એમજ પ્રકારની ગૌધન સંભાળ માટેના આયોજન અંતર્ગત વડનગરમાં વૃંદાવન બનાવાશે.

શહેરી વિકાસ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ માટે જમીન શોધી લેવામાં આવી છે, જ્યાં પશુપાલકો પોતાના પશુઓને આરામદાયક અને સલામત વાતાવરણમાં રાખી શકે તેવા તમામ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવામાં આવશે. પશુઓ માટે ચારો, પાણી, આરોગ્ય અને આરામની સગવડો ઉભી કરવામાં આવશે અને સમગ્ર ગૌચર વ્યવસ્થા વૈજ્ઞાનિક ધોરણે અમલમાં મુકાશે.

આ પ્રોજેક્ટ માટે સરકારે રૂ. 15 કરોડની ફાળવણી પણ મંજૂર કરી છે, જેનાથી વૃંદાવનની રચના વધુ કાર્યક્ષમ બનશે. આવનારા સમયમાં વડનગર નજીક બનનાર આ વૃંદાવન માત્ર શહેરીજનો માટે નહિ, પણ વડનગરના પ્રવાસીઓ માટે પણ એક ખાસ આકર્ષણ બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande