ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) નારી વંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા આયોજિત 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના અંતર્ગત દીકરી જન્મ વધામણા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
નારી વંદન ઉત્સવની ઉજવણીના ભાગરૂપે જિલ્લા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનસ્ટાફ દ્વારા વેરાવળના સરકારી હોસ્પિટલ, પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ગીર ગઢડા, તાલાળા આરોગ્ય કેન્દ્ર ખાતે જન્મ થયેલી દિકરીઓના વાલીઓને ‘દીકરી વધામણા કીટ’ આપવામાં આવી હતી.
આ અવસરે સમગ્ર સ્ટાફ દ્વારા ‘વ્હાલી દીકરી યોજના’ વિશે સમજૂતી આપવામાં આવી હતી અને આ યોજનાના ફોર્મ વિતરણ કરવામાં આવ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ