ગીર સોમનાથ 32 th માઇન્સ ઇન્વારયમેન્ટ એવોર્ડ સેમીનાર સૂત્રાપાડાની GHCL કંપની દ્રારા માઇન્સ જાળવણી એવોર્ડ કાયઁક્રમ યોજાયો
ગીર સોમનાથ ઓગસ્ટ (હિ.સ.) ગીરસોમનાથ જીલ્લાના ગીર પંથકમા ખાનગી રિસોર્ટ ખાતે 32 મો માઇન્સ ઇન્વારયમેન્ટ અને માઇન્સ જાળવણી 2024-25 નો એવોર્ડ એનાયત નો કાયઁક્રમ GHCL કંપની આયોજીત યોજાયો .જેમા 73 કંપનીઓ સહભાગી બની . જીલ્લાના ગીર પંથકમા કુદરતી સૌંદર્ય વાતાવ
ગીર સોમનાથ  32 th માઇન્સ ઇન્વારયમેન્ટ


ગીર સોમનાથ ઓગસ્ટ (હિ.સ.) ગીરસોમનાથ જીલ્લાના ગીર પંથકમા ખાનગી રિસોર્ટ ખાતે 32 મો માઇન્સ ઇન્વારયમેન્ટ અને માઇન્સ જાળવણી 2024-25 નો એવોર્ડ એનાયત નો કાયઁક્રમ GHCL કંપની આયોજીત યોજાયો .જેમા 73 કંપનીઓ સહભાગી બની .

જીલ્લાના ગીર પંથકમા કુદરતી સૌંદર્ય વાતાવરણ મા ખાનગી રિસોર્ટ ખાતે GHCL કંપની દ્વારા 2024-25 માટેના માઇન્સ જાળવણી અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માઇન્સના જતન અને પર્યાવરણ સંરક્ષણ માટે કામગીરી કરતા માઇન્સ માલિકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમા 73 થી વધુ માઇન્સ કંપનીઓ ની ઉપસ્થિતી રહી હતી જેમા 40 માઇન્સ કંપનીઓ ને એવોર્ડ એનાયત કરવામા આવ્યા હતા .જેમા એ વન ગૃપમા પ્રથમ સ્થાને સૌરાષ્ટ્ર સિમેન્ટ રાણાવાવ તેમજ એ ટુ ગુપમા પ્રથમ સ્થાને GHCL કંપની પ્રથમ સ્થાને અને બી વન ગૃપમા પ્રથમ સ્થાને મેવાસા બોકસાઇડ માઇન્સ, GMDC લીમીટેડ અને બી ટુ ગૃપમા પ્રથમ સ્થાને નરેડી બોકસાઇડ માઇન્સ, GMDC લીમીટેડ ને એવોર્ડ થી સન્માનિત કરવામા આવેલ તેમજ કુલ 40 જેટલી માઇન્સ કંપનીઓ ને એવોર્ડ થી સન્માનિત કરવામા આવેલ હતા . આ કાર્યક્રમમાં ગાંધીનગર સહિત ગીર સોમનાથ જિલ્લાના અંબુજા, સિદ્ધિ સિમેન્ટ અને GMDC કંપનીના માઇન્સ અધિકારીઓ તેમજ વિવિધ માઇનિંગ સંસ્થા પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહયા હતા. જેમા ચીફ ગેસ્ટ તરીકે માઇન્સ ઇન્ડિયન બ્યુરોના. પી.એન.શર્મા, અભય અગ્રવાલ કન્ટ્રોલર ઇન્ડિયન માઇન્સ, રીજીનલ ઇન્ડિયન માઇન્સ ગાંધીનગર થી પુષ્પેન્દ્ર ગોર , GHCL માઇન્સ ના પ્રેસિડેન્ટ એન.એન.રાડીયા , દિગ્વિજય સિમેન્ટ ના એમ ડી ક્રીષ્ના કુમાર , GHCL ના હેડ મયુરેડ હાડે ,GHCL માઇન્સના મનીષ કુમાર સહીતની ઉપસ્થિતી રહી હતી .GHCL કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે માઇનિંગ કુદરતી સંસાધન છે અને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ તથા તેની આસપાસ વૃક્ષારોપણ, પાણીનું સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવું આપણી ફરજરૂપ દાયકિત્વ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સમસ્ત મહેમાનો અને ગ્રામજનોએ પર્યાવરણ બચાવ અને માઇન્સ જાળવણી માટે પ્રતિબદ્ધ રહેવાના શપથ લીધા હતા. GHCL ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ સ્થળે ગામડા આધારિત કલા અને સંસ્કૃતિ રજૂ કરતા થીમ આધારિત સ્ટોલો તથા સ્થાનિક મહિલાઓના હસ્તકલાના સ્ટોલો રખાયા હતા . જેની મહેમાનો એ મુલાકાત લીધી હતી .આ તકે સાવજ રિસોર્ટ ના માલીક વિજયભાઇ જીવાણી દ્રારા કાયઁક્રમ મા ઉપસ્થિત તમામ બાળાઓને ચુંદડી ઓઢાડી સન્માન કરવામા આવેલ હતુ .

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande