ગીર સોમનાથ શાળાકીય એસ.જી.એફ.આઈ ૨૦૨૫-૨૬ તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષા સ્પર્ધાની તારીખ અને સ્થળમાં ફેરફાર
ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં શાળાકીય એસ.જી.એફ.આઈ ૨૦૨૫-૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત
ગીર સોમનાથ શાળાકીય એસ.જી.એફ.આઈ ૨૦૨૫-૨૬ તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષા સ્પર્ધાની તારીખ અને સ્થળમાં ફેરફાર


ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં શાળાકીય એસ.જી.એફ.આઈ ૨૦૨૫-૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન તા.૩૦/૦૭/૨૦૨૫ થી ૩૦/૦૮/૨૦૨૫ સુધી થશે. જેમાં સંજોગોવશાત અમુક સ્પર્ધાની તારીખ અને સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તાલુકા કક્ષાની સ્પર્ધાની નવી તારીખ અને સ્થળ અનુસાર કોડીનાર તાલુકાની ભાઈઓ અને બહેનો માટે અં-૧૪ કબડ્ડી સ્પર્ધા તા.૦૩-૦૮-૨૦૨૫ના રોજ રાજદીપ સ્કૂલ કોડીનાર ખાતે યોજાશે. જ્યારે અં-૧૭, અં-૧૯ કબડ્ડી સ્પર્ધા તા.૦૫-૦૮-૨૦૨૫ના રોજ શ્રી સોમનાથ એકેડમી કોડીનાર ખાતે યોજાશે.

વેરાવળ તાલુકાની ભાઈઓ-બહેનો માટે તા.૦૭-૦૮-૨૦૨૫ના રોજ કબડ્ડીની સ્પર્ધા, તા.૦૮-૦૮-૨૦૨૫ના રોજ ખો-ખોની સ્પર્ધા રામપરા પ્રાથમિક શાળા, ગોરખમઢી ખાતે યોજાશે. ઉના તાલુકામાં ભાઈઓ માટે એથ્લેટિક સ્પર્ધા તા.૧૧-૦૮-૨૦૨૫ના રોજ અને બહેનો માટે એથ્લેટિક સ્પર્ધા તા.૧૨-૦૮-૨૦૨૫ના રોજ સેન્ટ જોસેફ સ્કૂલ ઉના ખાતે યોજાશે.

જિલ્લા કક્ષાની સ્પર્ધાની નવી તારીખ અને સ્થળ અનુસાર તમામ ભાઈઓ-બહેનો માટે યોગાસન સ્પર્ધા તા.૨૧-૦૮-૨૦૨૫ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, દ્રોણેશ્વર ખાતે તેમજ બેડમિન્ટન સ્પર્ધા તા.૦૭-૦૮-૨૦૨૫ના રોજ એસ.કે.એમ સ્કૂલ કોડીનાર અને કરાટે સ્પર્ધા, તા.૨૧-૦૮-૨૦૨૫ના રોજ સરસ્વતી સ્કૂલ વેરાવળ ખાતે અને જૂડોની સ્પર્ધા તા.૨૩-૦૮-૨૦૨૫ના રોજ સોમનાથ એકેડમી કોડિનાર ખાતે યોજાશે. એમ જિલ્લા રમતગમત અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande