ગીર સોમનાથ સંરક્ષણ ભરતી પૂર્વ નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છૂક ઉમેદવારો જોગ
ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના યુવાનો આર્મિમાં ભરતી થાય તે માટે આર્મિ રિક્રૂટિંગ ઓફિસ-જામનગર દ્વારા આગામી સમયમાં લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના યુવાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે અને પસંદગીના તમામ તબ
ગીર સોમનાથ સંરક્ષણ ભરતી પૂર્વ નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છૂક ઉમેદવારો જોગ


ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના યુવાનો આર્મિમાં ભરતી થાય તે માટે આર્મિ રિક્રૂટિંગ ઓફિસ-જામનગર દ્વારા આગામી સમયમાં લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના યુવાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે અને પસંદગીના તમામ તબક્કાઓ ઉત્તીર્ણ કરી રાષ્ટ્ર સેવામાં જોડાય શકે તેવા હેતુસર ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથના દ્વારા કરવામાં આવશે. તમામ વિગતો માટે ૦૨૮૭૬-૨૮૫૦૪૧ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

તાલીમવર્ગમાં જોડાયેલ યુવાનોને અસરકારક શારીરિક અને માનસિક કસોટીની તૈયારી સાથે રહેવા અને જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા અને નિયત સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે. આ તાલીમવર્ગમાં ઘોરણ ૧૦ પાસ કે તેથી વધુ હોય તેમજ ઉમેદવારની ઉમર ૧૭.૫ થી ૨૩ વર્ષ થી વધુ ના હોય અને જેઓ શારીરિક અને માનસિક સક્ષમ ઉમેદવાર જ આ તાલીમવર્ગમાં અરજી કરી શકશે.

આ અંગેનુ અરજી ફોર્મ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથ ખાતેથી વિનામૂલ્યે મેળવી પોતાની અરજી તથા જરૂરી સાધનિક કાગળો સાથે દિન -૧૦ માં જિલ્લા રોજગાર કચેરી ગીર સોમનાથ ખાતે મોકલવાની રહેશે.

અરજી પત્રક તથા ધોરણ ૧૦ ની માર્કશીટની નકલ થતા શાળા છોડ્યાનુ પ્રમાણપત્રની નકલ અને આધારકાર્ડની નકલ,પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ નંગ-૨, બેંક પાસબુકની નકલ તેમજ એન.સી.સી.નું પ્રમાણપત્ર ધરાવતા હોય તો તેની નકલ તથા અન્ય સાધનિક કાગળો અરજી ફોર્મ સાથે જોડવાના રહેશે.

અગ્નિવીરની લેખિત પરિક્ષામાં પાસ થયેલ અને એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારોને અગ્રતા આ૫વામાં આવશે વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ગીર સોમનાથ ટે.નં.૦૨૮૭૬-૨૮૫૦૪૧ સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રી ગીર સોમનાથની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande