ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રી ભાનુબહેન બાબરીયાના અધ્યક્ષસ્થાને, વેરાવળમાં ડાભોર નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા કક્ષાનો પી.એમ.કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં 'નારી વંદન સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે મંત્રી અને મહાનુભાવોના હસ્તે 'બેટી બચાવો બેટી પઢાવો' અંતર્ગત 'વ્હાલી દિકરી' મંજૂરી હુકમ, વ્હાલી દિકરી વધામણા કીટ સહિતના લાભોના મંજૂરી હુકમ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
'વ્હાલી દિકરી' યોજનાના આવા જ એક લાભાર્થી જયેશભાઈ અંકલેશ્વરિયાએ પોતાનો ખુશીભર્યો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.
જયેશભાઈ એ જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે વાલી દિકરી યોજનાનો હુકમ મળતા અમારા માટે આ એક યાદગાર પ્રસંગ બની ગયો છે.
જ્યારે મારી દીકરી પુખ્ત વયની થશે ત્યારે સમગ્ર રકમ તેના ભણતર માટે ખર્ચ કરીશ અને તેનું ભવિષ્ય ઉજવળ બનાવીશ. વ્હાલી દિકરી યોજના એ દીકરીઓ એક આશીર્વાદરૂપ યોજના છે, એમ કહી જયેશભાઈએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ