ગીર સોમનાથ પ્રાદેશિક કમિશ્નર (નગરપાલિકાઓ) ભાવનગર ઝોન દ્વારા ઉના, કોડીનાર અને સુત્રાપાડા નગરપાલિકાઓની સ્થળ મુલાકાત
ગીર સોમનાથ, 2 ઓગસ્ટ (હિ.સ.) પ્રાદેશિક કમિશનર ભાવનગર ઝોન દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં તા.૨૦/૦૭/૨૦૨૫ના આદેશથી ભાવનગર ઝોન હેઠળ આવતી જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાની કુલ ૧૨ નગરપાલિકાઓની પ્રથમ સંકલન બેઠક તા.૦૧/૦૮/૨૦૨૫નાં રોજ પ્રાંત કચેર
ગીર સોમનાથ જિલ્લાનની મૂલાકાત


ગીર સોમનાથ, 2 ઓગસ્ટ (હિ.સ.) પ્રાદેશિક કમિશનર ભાવનગર ઝોન દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં તા.૨૦/૦૭/૨૦૨૫ના આદેશથી ભાવનગર ઝોન હેઠળ આવતી જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાની કુલ ૧૨ નગરપાલિકાઓની પ્રથમ સંકલન બેઠક તા.૦૧/૦૮/૨૦૨૫નાં રોજ પ્રાંત કચેરી વેરાવળ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં આ બે જીલ્લાઓની નગરપાલિકાઓના માન. ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીઓ દ્વારા રજુ થયેલ પ્રશ્નો ચીફ ઓફિસરશ્રીઓને અન્ય વિભાગો સાથે સંકલન કરી ઝડપથી નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવેલ હતી. આ ઉપરાંત વિવિધ વિકાસકીય મુદ્દાઓ અંગે ચીફ ઓફીસરઓનો રીવ્યુ લેવામાં આવેલ.

વધુમાં, પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યાએ ઉના, કોડીનાર અને સુત્રાપાડા નગરપાલિકાઓની સ્થળ મુલાકાત લેવામાં આવી. નગરપાલિકાઓમાં જર્જરિત ઈમારતો ખાલી કરાવવી, સીલીંગ અને રિપેરિંગ કામગીરીમાં ઝડપ લાવવી, તેમજ નગરપાલિકા હસ્તકના તમામ સ્કૂલો અને આંગણવાડીઓનું ઇન્સ્પેક્શન કરી જરૂરી સુધારાઓ કરવા સૂચના આપવામાં આવી. ટેક્સ કલેકશનમાં વધારો થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ લાવવા પણ માર્ગદર્શન અપાયું. નગરપાલિકા હસ્તકના રસ્તા, સફાઈ વ્યવસ્થા, ગાર્બેજ વલ્નેરેબલ પોઈન્ટ્સના બ્યુટીફીકેશન, ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરી અને મોનીટરીંગના મુદ્દાઓની પણ સમીક્ષા કરવામાં આવી.

ઉનાની ડમ્પ સાઇટ અને પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી અને પ્રગતિ હેઠળનું કામ ઝડપથી પૂરું થાય અને કચરાનું પ્રોસેસિંગ શરુ થાય તેવી સુચના આપવમાં આવી હતી તેમજ લીગેસી વેસ્ટના તાત્કાલિક નિકાલ માટે પગલાં લેવા સૂચના આપવામાં આવી. ઉનામાં સ્મશાનની મુલાકાત લેવામાં આવી હતી, જે ખુબ સારી રીતે ડેવલપ કરેલ હોય ચીફ ઓફિસરશ્રીની સરાહના કરેલ અને ત્યારબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઇ તેની કાર્યક્ષમતા વિષે ચર્ચા કરવામાં આવી હતી આ જગ્યાએ નગરપાલિકાએ સોલાર સિસ્ટમ લાગુ કરેલ હોય અંદાજીત માસિક આવતું રકમ રૂ.૬૫,૦૦૦/- - ૭૦,૦૦૦/-નું વીજ બિલ હવે આવતું નથી, આ બાબતની નોંધ લેવામાં આવી અને ઝોનની અન્ય નગરપાલિકાઓમાં પણ આવી રીતે સોલાર સીસ્ટમ લગાવી વીજ બીલની રકમની બચત થાય તેવા પ્રયાસો હાથ ધરવા કમિશનરશ્રીએ સૂચના આપી.

કમિશનરએ કોડીનાર ખાતે રોડ રીપેરીંગ સાઈટની મુલાકાત લઇ બાકી કામ સરકારશ્રીની સુચના અન્વયે ઝડપથી અને ગુણવત્તા યુક્ત થાય અને જાહેર જનતાને કોઈ હાલાકી ન થાય તેવી સુચનાઓ આપવામાં આવી, રીવરફ્રન્ટની મુલાકાત લઇ બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરવા અને તેની સાફ સફાઈ રાખવી અને પાણીનું યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા અને એક જાહેર શૌચાલયનું આયોજન કરવા સુચના આપવામાં આવી, વધુંમાં નક્ષત્રવન ગાર્ડન (અમૃત ૨.૦ હેઠળ) સહિતના વિકાસકામોનું નિરીક્ષણ કરી સમયસર અને ગુણવત્તાયુક્ત કામ કરવા સૂચનાઓ આપી.

ત્યારબાદ સુત્રાપાડા નગરપાલિકા ખાતે સ્મશાનની મુલાકાત લઇ અને જરૂરી કામોનું આયોજન સત્વરે કરવા સુચના આપવામાં આવી, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઇ ત્યાના સ્ટાફને ટ્રીટેડ પાણીના પેરામીટરનું સતત મોનીટરીંગ રાખવા અને સરકારશ્રીના નિયમાનુસાર જ પાણી ટ્રીટ થાય તેવું સૂચન કરવામાં આવ્યું. અમૃત ૨.૦ યોજના હેઠળ નિર્માણ પામેલ ઊંચી પાણીની ટાંકી અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત સમયે પાણી વિતરણ અને ટ્રીટમેન્ટ અંગે ચર્ચા કરવામાં આવેલ અને માર્ગદર્શન આપવામાં આવેલ.

તેમજ આ નગરપાલિકાઓમાં વિવિધ શહેરી વિકાસ યોજનાઓ – જેમ કે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રિ શહેરી વિકાસ યોજના, ૧૫મું નાણાપંચ, અમૃત 2.0, અને સ્વચ્છ ભારત મિશન હેઠળ ચાલતા તથા બાકી કામોની સમીક્ષા કરવામાં આવી. સાથે સાથે નગરપાલિકા વિસ્તારમાં આવેલી કંપનીઓ પાસેથી કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટીથી સહયોગ મેળવવા તથા ડીસ્ટ્રીકટ મિનરલ ફંડ હેઠળ ઉપલબ્ધ ગ્રાન્ટમાંથી આ ગ્રાન્ટની યોગ્યતા ધરાવતી નગરપાલિકાઓને તેનો લાભ લેવા માટે દરખાસ્ત કરીને નગર વિકાસ માટે ઉપયોગી ફંડિંગ મેળવવા સૂચનાઓ આપવામાં આવી.

શહેરી નિર્માણ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોનના તાબા હેઠળ આવતી ઉના નગરપાલિકાની સ્થાપના તા.૧/૧૦/૧૯૮૬ના રોજ થયેલ અને તેની હાલની અંદાજીત વસ્તી ૬૮૫૨૧ છે તેમજ નગરપાલિકામાં ૯ વોર્ડ આવેલ છે; જયારે કોડીનાર નગરપાલિકાની સ્થાપના તા.૧/૦૪/૧૯૯૭ના રોજ થયેલ છે અને હાલની અંદાજીત વસ્તી ૫૩૦૦૦ છે તેમજ નગરપાલિકામાં ૯ વોર્ડ આવેલ છે અને સુત્રાપાડા નગરપાલિકાની સ્થાપના તા.૧૪/૦૮/૨૦૦૫માં થયેલ છે અને હાલની અંદાજિત વસ્તી ૨૭૫૨૧ છે અને નગરપાલિકામાં ૭ વોર્ડ આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande