નારી વંદન ઉત્સવ” કોડીનારમાં વિદ્યાર્થીનીઓને ‘પોક્સો એક્ટ’ અને મહિલાલક્ષી યોજનાઓની માહિતી અપાઈ
ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) કોડીનાર ખાતે મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા “નારી વંદન ઉત્સવ” નિમિતે “બેટી બચાવો બેટી પઢાવો”ની ઉજવણી અંતર્ગત મેન્સ્ટ્રુઅલ હાઈજીન, ગુડ ટચ-બેડ ટચ, પોક્સો એક્ટ, પી.સી.પી.એન
નારી વંદન ઉત્સવ”  કોડીનારમાં વિદ્યાર્થીનીઓને ‘


ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) કોડીનાર ખાતે મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા “નારી વંદન ઉત્સવ” નિમિતે “બેટી બચાવો બેટી પઢાવો”ની ઉજવણી અંતર્ગત મેન્સ્ટ્રુઅલ હાઈજીન, ગુડ ટચ-બેડ ટચ, પોક્સો એક્ટ, પી.સી.પી.એન.ડી.ટી એક્ટ તેમ જ મહિલાલક્ષી યોજનાકીય માહિતીનો સેમિનાર યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ મહેશ્વરપુરી ગોસ્વામી દ્વારા ‘બેટી બચાવો-બેટી પઢાવો’ દિવસ વિશે અને નારી વંદન ઉત્સવ દ્વારા મહિલાઓ સામાજીક, આર્થિક, માનસિક અને શારિરીક રીતે સંપન્ન બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટેનું માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.

તજજ્ઞ ચિંતન ગોંડલિયા દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત્વ વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના તેમજ સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરની સેવાઓ વિશે માહીતગાર કરાયા હતાં.

સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર તૃષા બેન ભેડા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી, અભયમ ૧૮૧ના કાઉન્સેલર સંતોકબેન દ્વારા ૧૮૧ હેલ્પલાઈનની કામગીરી, પ્રકાશભાઈ મકવાણા દ્વારા પોક્સો એક્ટ, ગુડ ટચ બેડ ટચ, પી.સી.પી.એન.ડી.ટી એક્ટના કાયદા બાબતે વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી.

કિશોરીઓના સ્વાસ્થ્ય બાબતે, મેન્સ્ટ્રુઅલ હાઈજીન વિશે ડૉ.દીપિકાબેન મોરી દ્વારા કિશોરીઓને જાણકારી આપવામાં આવી હતી. રમત-ગમત તેમજ વિવિધ ક્ષેત્રોમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીયકક્ષાએ ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ શાળાની પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન ટીમ, સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ, ૧૮૧ અભયમ ટીમ અને શાળાના પ્રિન્સિપાલ તથા સ્ટાફ તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande