ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ સાંડુવાવ પ્રેન્ટર સેન્ટર શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને પર્યાવરણની જાળવણી તેમજ એક પેટ મા કે નામ અંતર્ગત વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 ના 310 જેટલા વિદ્યાર્થીઓ બાળકોને વૃક્ષ આપી અને તેનો ઉછેર કરવાના સ્થાપત લેવડાવવામાં આવ્યા હતા. આ તકે શાળા પરિવાર સાથે ગામના સરપંચ તેમજ શાળાની એસએમસીના અધ્યક્ષ પણ બાળકો સાથે જોડાયા હતા બાળકો પ્રકૃતિ પ્રત્યે સભાન બને અને પર્યાવરણ બચાવી ગામ અને શહેર તેમજ દેશની મદદ કરે તે માટે આવી પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી હોય છે અને વૃક્ષો વધુમાં વધુ વાવવા જેવી જાગૃતિ ફેલાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ