ગીર સોમનાથ, 2 ઓગસ્ટ (હિ.સ.)રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તા.૦૫ તથા તા. ૦૬ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ શ્રી સરસ્વતી વિદ્યાલય, વેરાવળ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા યોજાશે.
આ કલા મહાકુંભ સ્પર્ધામાં પાંચ ઓગસ્ટે (૧) વકતૃત્વ (૨) નિબંધ લેખન (૩) ચિત્રકલા (૪) ભરતનાટ્યમ (૫) એકપાત્રીય અભિનય (૬) લોકનૃત્ય (૭) રાસ (૮) ગરબા (૯) લોકગીત / ભજન (૧૦) તબલા (૧૧) હાર્મોનિયમની સ્પર્ધા યોજાશે. જેનો રીપોર્ટીંગ સમય સવારે ૦૯:૦૦ કલાકનો રહેશે.
જ્યારે બીજા દિવસે (૧) લગ્ન ગીત (૨) સમૂહ ગીત (૩) સુગમ સંગીત સ્પર્ધા યોજાશે. જેનો રીપોર્ટીંગ સમય સવારે ૦૯:૦૦ કલાકનો રહેશે. સ્પર્ધા સ્થળ સરસ્વતી સ્કુલ (પ્રકાશ કોમ્પલેક્ષવાળી ગલીમાં), રાધાકૃષ્ણ મંદિર, પાસે, વેરાવળ રહેશે. તેમજ વધુ માહીતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી અશ્વિનભાઇ કે. સોલંકી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃ્ત્તિઓની કચેરી, ગીર સોમનાથનો સંપર્ક કરવો એમ તાલુકા કન્વીનરશ્રીની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ