અધૂરો અભ્યાસ પૂર્ણ કરવાની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની વિશેષ તક
પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એવા વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમણે નાપાસ થયેલા, અધવચ્ચે અભ્યાસ છોડેલો અથવા છ વર્ષની સમયમર્યાદામાં અભ્યાસ પૂર્ણ ન કરી શક્યો હોય. આ પહેલથી હજારો વિદ્ય
અધૂરો અભ્યાસ પૂર્ણ કરવાની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની વિશેષ તક


પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એવા વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમણે નાપાસ થયેલા, અધવચ્ચે અભ્યાસ છોડેલો અથવા છ વર્ષની સમયમર્યાદામાં અભ્યાસ પૂર્ણ ન કરી શક્યો હોય. આ પહેલથી હજારો વિદ્યાર્થીઓને તેમની અધૂરી સ્નાતક કે અનુસ્નાતક ડિગ્રી પૂર્ણ કરવાનો મોકો મળશે.

યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું કે આ ખાસ પરીક્ષા 2019 અને તે પહેલાં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ માટે 22 ઓગસ્ટે યોજાશે. પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં સેમેસ્ટર 1, 3, 5 અને બીજા તબક્કામાં સેમેસ્ટર 2, 4, 6ની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ટૂંક સમયમાં પરીક્ષાનું સમયપત્રક યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર થશે.

ઉત્તર ગુજરાતના અંદાજે 3,000થી વધુ વિદ્યાર્થીઓએ આ ખાસ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે દર્શાવે છે કે ઘણા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને પૂર્ણ કરવા ઉત્સુક છે. યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓને સમયસર માહિતી મેળવવા માટે વેબસાઇટની નિયમિત મુલાકાત લેવાની અપીલ પણ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande