મહેસાણા, 2 ઓગસ્ટ (હિ.સ.)ઊંઝા નગરપાલિકા, રોટરી ક્લબ અને આર.કે. ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 2 અને 3 ઓગસ્ટે 'I’m સ્વદેશી' નામે વિશિષ્ટ એક્ઝિબિશન યોજાયું છે. ઉનાવાદેશ વાડી, ઊંઝા ખાતે સવારે 10થી સાંજે 7 સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ઘરે કામ કરતી મહિલાઓને પોતાની બનાવટો વેચવા માટે મફતમાં 34 સ્ટોલ આપવામાં આવ્યા છે.
ઉદઘાટન ઊંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલના હસ્તે થયું હતું. રોટરી કલબ પ્રમુખ નેહાબેન જાની, આર.કે. ફાઉન્ડેશનના હિતેષભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
એક્ઝિબિશનમાં સાડી, ડ્રેસ મટીરીયલ, જ્વેલરી, નાસ્તા અને ખાખરાના સ્ટોલ સમાવાયા છે. નગરપાલિકા દ્વારા 'My Theli' અભિયાન અંતર્ગત જૂના કપડાં એકત્રિત કરીને થેલીઓ બનાવવાની પણ અપીલ કરાઈ છે. આયોજકો અનુસાર અંદાજે 1000થી વધુ લોકોએ મુલાકાત લીધી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR