આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ સત્ર-૨૦૨૫ માં બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો તા. ૪ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે
જુનાગઢ 2 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ નિયામક રોજગાર અને તાલીમ ગાંધીનગરના નિયંત્રણ હેઠળ ની રાજ્યની સરકારી આઈ.ટી.આઈ. જૂનાગઢ ખાતે પ્રવેશ સત્ર-૨૦૨૫ માં હાલમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ આઈ.ટી.આઈ. કે નજીકની કોઈપણ આઈ.ટી.આઈ. ખાતેથી (આઇ.ટી.આઇ.જૂના
આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ સત્ર-૨૦૨૫ માં બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો તા. ૪ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે


જુનાગઢ 2 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ નિયામક રોજગાર અને તાલીમ ગાંધીનગરના નિયંત્રણ હેઠળ ની રાજ્યની સરકારી આઈ.ટી.આઈ. જૂનાગઢ ખાતે પ્રવેશ સત્ર-૨૦૨૫ માં હાલમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ આઈ.ટી.આઈ. કે નજીકની કોઈપણ આઈ.ટી.આઈ. ખાતેથી (આઇ.ટી.આઇ.જૂનાગઢ ખાતેથી વિના મૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવશે) કે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in ઉપરથી પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. પ્રવેશ ફોર્મ રજીસ્ટ્રેશન ફી રૂ.૫૦/- પણ ઓનલાઈન ભરવાની રહેશે. ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની, ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી ભરવાની, ચોઈસ ફીલિંગ કરવાની તેમજ પ્રવેશફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરવાની છેલ્લી તા. ૦૪-૦૮-૨૦૨૫ સુધીની રહેશે. આ પ્રવેશ બાબતે જરુર જણાયે આઈ.ટી.આઈ.જૂનાગઢ કે નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવાનો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande