જુનાગઢ ઓગસ્ટ (હિ.સ.) માળીયા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય કેન્દ્રમાં રક્ષાબંધનનો કાર્યક્રમ બ્રહ્માકુમારી મીતાબેન રૂપાબેન દક્ષાબેન હીનાબેન નિહારિકાબેન ની હાજરીમાં ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત શાંતિમય રાજયોગ જ્ઞાન અને ઈશ્વરીયા સત્ય સંગથી કરવામાં આવી હતી રક્ષાબંધન માત્ર ભાઈ બહેનના તહેવાર સુધી મર્યાદિત નથી પરંતુ વિશ્વ વ્યાપી ભાઈ સારો અને શાંતિનો સંદેશ આપતો તહેવાર છે એમ રૂપા બેને જણાવ્યું કે બ્રહ્મકુમારી બહેનો દ્વારા તમામ મહેમાનોને તથા રાજ યોગી ભાઈ બહેનોને આત્મસ્મૃતિનું તિલક પવિત્રતાથી રાખડી બાંધી સૌવે આશીર્વાદ આપ્યા હતા તેમજ બધાને સાથે મળી શુભ સંકલ્પ કર્યો હતો કે હર કોઈ આત્મા માટે શુભ ભાવના અને શુભકામના રાખીશું અનેક ક્ષમા માગે અને ક્ષમામાં આપવી એમ બ્રહ્માકુમારી મીતાબેને જણાવ્યું હતું. આ ટકે મહેન્દ્ર ભાઈ ગાંધી ડો સુતરીયા ભાઈ દેવજીભાઈ ઠાકરશીભાઈ રાજુભાઈ દેસાઈ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ