જૂનાગઢ 2 ઓગસ્ટ (હિ.સ.) પીએમ સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢ ખાતે ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ખાલી જગ્યાઓની ભરતી માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી પત્રક મંગાવવામાં આવે છે.
અરજી કરનાર વિદ્યાર્થી જૂનાગઢ જિલ્લાના રહેવાસી હોય અને જૂનાગઢ જિલ્લાની કોઈપણ માન્ય શાળામાંથી ધોરણ ૧૦માં ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ સાથે પાસ થયા હોય તો તેઓ અરજી માટે પાત્ર ગણાશે.
વિદ્યાર્થીઓ અરજીપત્રક નવોદય વિદ્યાલય સમિતિની અધિકૃત વેબસાઈટ https://navodaya.gov.in પરથી ડાઉનલોડ કરીને ભરી શકે છે. તેમજ રૂબરૂ વિદ્યાલયમાં આવીને જમા કરાવી શકશે.અથવા વિદ્યાલયને ઈમેલ jnvjunagadh1@gmail.com પણ કરી શકશે. અથવા વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢ ખાતેથી અરજીપત્રક મેળવી શકે છે.અરજીપત્રક ભરવાની છેલ્લી તા.૧૦/૮/૨૦૨૫ છે. વિગતવાર માહિતી મેળવવા માટે મો- ૭૯૮૪૩૮૧૭૩૮ અને ૯૩૧૩૭૯૯૯૬૭ પર સંપર્ક કરવા પીએમ સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ