પાટણમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, વધુ એક આરોપી ઝડપાયો.
પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં ગાંજાના વેચાણ સામે પોલીસે કાર્યવાહી કરી વધુ એક આરોપી રાજકુમાર ઉર્ફે રાજુ બારોટને પકડ્યો છે. રશિયનનગર સોસાયટીના મકાન નં. 111માંથી રૂ. 6,660 કિંમતના 666 ગ્રામ ગાંજાના જથ્થા સાથે તેની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાસ્થળેથી ર
પાટણમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, વધુ એક આરોપી ઝડપાયો.


પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં ગાંજાના વેચાણ સામે પોલીસે કાર્યવાહી કરી વધુ એક આરોપી રાજકુમાર ઉર્ફે રાજુ બારોટને પકડ્યો છે. રશિયનનગર સોસાયટીના મકાન નં. 111માંથી રૂ. 6,660 કિંમતના 666 ગ્રામ ગાંજાના જથ્થા સાથે તેની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાસ્થળેથી રૂ. 5000 કિંમતનો મોબાઈલ પણ મળી આવ્યો હતો. કુલ રૂ. 11,660નો મુદ્દામાલ જપ્ત થયો છે.

આ પહેલા 30 જુલાઈએ રેલવે નાળા રોડ પરથી અનિલભાઈ પરમારને રૂ. 5280 કિંમતના 528 ગ્રામ ગાંજાની સાથે પકડવામાં આવ્યો હતો. તેની પૂછપરછમાં રાજુ બારોટનું નામ ખુલ્યું હતું, જેના આધારે પોલીસે કાર્યવાહી કરતાં વધુ ગાંજાનો જથ્થો રાજુ બારોટના ઘરમાંથી મળી આવ્યો હતો.

રાજુ બારોટ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કોર્ટમાં રજૂ કરીને શનિવાર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. અનિલ પરમારના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને જેલમાં મોકલવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande