હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે એન.એસ.એસ. સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એન.એસ.એસ. શાખાની સલાહકાર સમિતિની બેઠક વહીવટી ભવન ખાતે યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા કુલપતિ ડૉ. કે.સી. પોરિયાએ કરી હતી. બેઠકમાં કુલસચિવ ડૉ. આર.એન. દેસાઈ, એન.એસ.એસ. કો-ઓર્ડિનેટર કમલેશભાઈ ઠ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે એન.એસ.એસ. સલાહકાર સમિતિની બેઠક


પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એન.એસ.એસ. શાખાની સલાહકાર સમિતિની બેઠક વહીવટી ભવન ખાતે યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા કુલપતિ ડૉ. કે.સી. પોરિયાએ કરી હતી. બેઠકમાં કુલસચિવ ડૉ. આર.એન. દેસાઈ, એન.એસ.એસ. કો-ઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કર, પ્રાદેશિક નિયામક ડૉ. કમલકુમારકર તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં યુનિવર્સિટીના એન.એસ.એસ. કાર્યક્રમોની સમીક્ષા અને ભાવિ યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી. ભાદરવી પૂનમના મેળામાં પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતા અભિયાન ચલાવવાની યોજના ઘડાઈ. સાથે જ વર્ષ ૨૦૨૫-૨૬ માટે યોજાનાર એન.એસ.એસ. શિબિરોની ફાળવણી તથા વર્ષના અંદાજપત્ર અંગે ચર્ચા કરાઈ.

કેટલીક કોલેજોમાં નિષ્ક્રિય યુનિટ્સને બંધ કરીને નવી કોલેજોને નવા યુનિટ્સ ફાળવવા અંગે વિચારણા થઈ. ડૉ. કમલકુમારકરે જણાવ્યું કે વિદ્યાર્થીઓને એન.એસ.એસ.ના પ્રમાણપત્રો હવે ડિજિલોકરમાં પણ ઉપલબ્ધ થાય તે માટે પ્રયાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande