મહેસાણા, 2 ઓગસ્ટ (હિ.સ.) : ઉંઝા એસટી બસ ડેપો દ્વારા આજથી ઉમિયા માતાજી ચોકથી સાળંગપુર સુધીની નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. ભક્તો માટે આ ખાસ રૂટ પર ચાલનારી બસ સવારે 5:30 કલાકે ઉંઝામાંથી પ્રસ્થાન કરશે અને 11:30 કલાકે સાળંગપુર પહોંચી જશે.
આ નવી બસ સેવાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઇ પટેલ અને એસટી વિભાગીય નિયામક શ્રી વાય.કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આ સેવા શરૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઊંઝા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ, ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ, એસટી ડેપો મેનેજર હેતલબેન પટેલ, તેમજ ડેપો એટીઆઈ શિવરામભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ નવી બસ સેવા ઉંઝાથી મહેસાણા, અડાલજ, સરખેજ, બાવળા, ધંધુકા અને બરવાળા માર્ગે સાળંગપુર સુધી જશે. ઉમિયા માતાજી અને સાળંગપુરના હનુમાનજીના દર્શનાર્થે જતાં ભક્તો માટે આ બસ હવે સીધો અને આરામદાયક માર્ગ બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR