પોરબંદર કૃષી વિજ્ઞાન કેન્દ્ર ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઇ
પોરબંદર, 2 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખાપટ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને પીએમ કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડા
પોરબંદર કૃષી વિજ્ઞાન કેન્દ્ર ખાતે “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” ની ઉજવણી કરાઇ.


પોરબંદર કૃષી વિજ્ઞાન કેન્દ્ર ખાતે “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” ની ઉજવણી કરાઇ.


પોરબંદર કૃષી વિજ્ઞાન કેન્દ્ર ખાતે “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” ની ઉજવણી કરાઇ.


પોરબંદર કૃષી વિજ્ઞાન કેન્દ્ર ખાતે “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” ની ઉજવણી કરાઇ.


પોરબંદર કૃષી વિજ્ઞાન કેન્દ્ર ખાતે “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” ની ઉજવણી કરાઇ.


પોરબંદર, 2 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખાપટ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને પીએમ કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ૫૨.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ. 1118 કરોડની રકમ 20મા હપ્તા તરીકે સીધી બેંક ટ્રાન્સફર (DBT) દ્વારા વિતરણ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારએ જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતના હિતમાં મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. “નાનો ખેડૂત ખેતીમાં ટકી શકે અને જમીન બચી રહે એ દિશામાં આ યોજના કૃષિ ક્ષેત્રે ખૂબ મહત્વની છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકાર ખેડૂતની દરેક સમસ્યાની ચિંતા કરી રહી છે અને “ખેડૂત સમૃદ્ધ તો ખેતી સમૃદ્ધ” ના સંકલ્પ સાથે કાર્ય કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિકસિત ભારતનું વિઝન ત્યારે જ સાકાર બનશી જ્યારે છેવાડાનો માનવી પણ સમૃદ્ધ બનશે. સરકાર ખેતીલક્ષી યોજનાઓ જેમ કે વીજળી, પાક ધિરાણ, તેમજ 0% વ્યાજવાળી ખેતી લોનના માધ્યમથી ખેડૂતોને સશક્ત બનાવી રહી છે.

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, વડાપ્રધાન પદ સ્વીકાર્યા બાદથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો છે. લાઇટ, પાણી સહિતની સુવિધાઓની પછાત વ્યવસ્થામાં પણ ખેડૂતે પોતાની મહેનતના આધાર પર જીવન નિર્વાહ કર્યું છે, જ્યારે આ સરકાર દ્વારા દિવસે પણ વીજળી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂત હંમેશા પ્રગતિશીલ રહ્યા છે અને તેમની નવી પેઢી દેશની વિકાસ યાત્રામાં માર્ગદર્શનરૂપ સાબિત થવાની ક્ષમતા ધરાવે છે. ખેતીમાં નવીનતા અને ટેક્નોલોજીના જોડાણ દ્વારા આગામી ક્રાંતિ નવા યુવાનો લાવશે તેમ જણાવી નવી પેઢી ખેતી સાથે જોડાય તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ દરમ્યાન પોરબંદર જિલ્લાના ખેડૂતોને ખેતીલક્ષી યોજનાઓ અંગેના મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ વીડિયો ફિલ્મના પ્રસારણના માધ્યમથી ખેડૂતોના સાચા મિત્ર 'દેશી અળસિયા' ની મદદથી ખેતી સુધારીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ખેડૂતોને સંબોધિત કરવામાં આવ્યા હતા. જેના જીવંત પ્રસારણ દ્વારા પોરબંદર જિલ્લાભરમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમો થકી હજારો ખેડૂતોએ પ્રેરણા મેળવી હતી.આ સિવાય સમગ્ર જિલ્લાભરમાં પોરબંદર તાલુકા કક્ષાનો કાર્યક્રમ એપીએમસી પોરબંદર મુકામે, રાણાવાવ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સભાખંડ, રાણાવાવ તાલુકા પંચાયત કચેરી, અને કુતીયાણા તાલુકા કક્ષાનો કાર્યક્રમ સભાખંડ, કુતિયાણા તાલુકા પંચાયત કચેરી ખાતે તેમજ જિલ્લાના તમામ ગામોમાં ગ્રામ પંચાયત, સહકારી મંડળી અને અન્ય જાહેર સ્થળોએ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખૂંટી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ. ત્રિવેદી, અગ્રણી સર્વ સામતભાઇ ઓડેદરા, પ્રતાપભાઇ કેશવાલા, કેશુભાઈ ઓડેદરા, રામભાઇ ખૂંટી, હાથિયાભાઇ ખૂંટી સહિતના અધિકારીઓ અને આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.આ પ્રસંગે ખેડૂતોને વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ કૃષિ ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતીના ઉપયોગ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande