ખેરવામાં પી.એમ. કિસાન ઉત્સવ ઉજવાયો, મહેસાણા જિલ્લાના 2.55 લાખ ખેડૂતોને ₹51.19 કરોડની સહાય
મહેસાણા, 2 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના ખેરવા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તા રૂપે મહે
ખેરવામાં પી.એમ. કિસાન ઉત્સવ ઉજવાયો, મહેસાણા જિલ્લાના 2.55 લાખ ખેડૂતોને ₹51.19 કરોડની સહાય


ખેરવામાં પી.એમ. કિસાન ઉત્સવ ઉજવાયો, મહેસાણા જિલ્લાના 2.55 લાખ ખેડૂતોને ₹51.19 કરોડની સહાય


મહેસાણા, 2 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના ખેરવા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તા રૂપે મહેસાણા જિલ્લાના 2,55,989 ખેડૂતોના બેંક ખાતામાં ₹51.19 કરોડની સહાય જમા કરવામાં આવી.

આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ કૃષિ માટેની વિવિધ યોજનાઓ જેવી કે યાંત્રિકીકરણ માટે ₹1,400 કરોડની જોગવાઈ, યુનિક ફાર્મર ID કાર્ડ, ખાતર સબસિડી, તથા પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી આપી અને ખેડૂતોને ઘનામૃત-જીવામૃતનો ઉપયોગ કરવાની અપીલ કરી. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક અને હુકમપત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું.

.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande