પોરબંદર, 2 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરના સુતારવાડા લીંબર્ટી રોડ પર રહેતા તમીર મહોમદહુશેન સંધાર નામના યુવાન પર હુશેન રાવકુડા, સાહિલ રફિક અને એક અજાણ્યા ઇસમે ઢીંકા-પાટુનો માર માર્યા બાદ છરી વડે હુમલો કરી હાથના ભાગે ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેમજ બેઝ બોલના ધોકા વડે કારના બોનેટ ભાગે રૂ.2000નુ નુકશાન કર્યુ હતુ અને એવી ધમકી આપી હતી.
અમારા વિરૂધ્ધ કાઈ કરીશ તો મારા ભાઈ અને તેમના છોકરા કરશે તે તને ખબર નથી તેવી ધમકી આપી હતી આ બનાવ અંગ ર્કિતિમંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya