પોરબંદર મનપા દ્વારા ફરી આખલા પકડો ઝુંબેશ શરૂ કરી
પોરબંદર, 2 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર શહેરમાં રખડતા ઢોરનો સળગતો પ્રશ્ન છે ત્યારે લોકોની રજૂઆતોને ધ્યાને રાખી પોરબંદર મનપાએ રખડતા ઢોરને ડબ્બે પૂર્વની કામગીરી પૂર જોશમાં શરુ કરી હતી. જેના પગલે શહેરમાંથી 600 જેટલા આખલાઓને પકડી ઓડદર મનપા સંચાલિત ગૌશાળા ખાતે
પોરબંદર મનપા દ્વારા ફરી આખલા પકડો ઝુંબેશ શરૂ કરી.


પોરબંદર મનપા દ્વારા ફરી આખલા પકડો ઝુંબેશ શરૂ કરી.


પોરબંદર મનપા દ્વારા ફરી આખલા પકડો ઝુંબેશ શરૂ કરી.


પોરબંદર મનપા દ્વારા ફરી આખલા પકડો ઝુંબેશ શરૂ કરી.


પોરબંદર, 2 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર શહેરમાં રખડતા ઢોરનો સળગતો પ્રશ્ન છે ત્યારે લોકોની રજૂઆતોને ધ્યાને રાખી પોરબંદર મનપાએ રખડતા ઢોરને ડબ્બે પૂર્વની કામગીરી પૂર જોશમાં શરુ કરી હતી. જેના પગલે શહેરમાંથી 600 જેટલા આખલાઓને પકડી ઓડદર મનપા સંચાલિત ગૌશાળા ખાતે રાખવામાં આવ્યા છે. પરંતુ પશુઓને મળતી સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપો સાથે જીવદયા પ્રેમીઓ વારંવાર મનપાને રજૂઆતો કરતા હતા જેના પગલે સમયાન્તરે સુવિધાઓમાં વધારો પણ કરવામાં આવ્યો છે તે વચ્ચે થોડા સમય પહેલા ગ્રામ્ય પંથકમાંથી આખલાઓને પકડી ઓડદર ગૌશાળાએ મુકવાના પ્રશ્ને જીવદયા પ્રેમી અને મનપા વચ્ચે ભારે વિવાદ થયો હતો, ત્યારબાદ પોરબંદરની વિવિધ સંસ્થાઓએ ગૌશાળામાં સુવિધા માટે 1 કરોડથી વધુનું દાન આપવાનું આયોજન કર્યું છે. 1.90 કરોડનું ટેન્ડરની પ્રક્રિયા હાલ મનપા કક્ષાએથી થઈ રહ્યું છે જેથી હવે ગૌશાળાની સુવિધામાં પણ ટૂંક સમયમાં વધારો જોવા મળશે જે અન્વયે હવે ફરીથી શહેરમાં આખલા પકડો ઝુંબેશ શરુ કરી છે.ગઈ કાલે 8 જેટલા નંદી પકડી ઓડદર ગૌશાળા ખાતે મુકવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande