મહિધરપુરાની આંગડીયા પેઢી સાથે રૂ. 39 લાખની છેતરપિંડી
સુરત, 2 ઓગસ્ટ (હિ.સ.)-મહિધરપુરા ધોબી શેરીમાં આવેલ મહાદેવ એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીની ઉત્તીસગઢ રાયપુરની બ્રાન્ચમાં બે ઠગબાજએ ફોન કરી પોતાની રાજકોટના મોટા વેપારી તરીકે આપી હતી. પોતાના ધંધામાં ખૂબ જ મોટા વ્યવહારો થતા હોય છે અને હાલમાં સુરતની પાર્ટી
fraud


સુરત, 2 ઓગસ્ટ (હિ.સ.)-મહિધરપુરા ધોબી શેરીમાં આવેલ મહાદેવ એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીની ઉત્તીસગઢ રાયપુરની બ્રાન્ચમાં બે ઠગબાજએ ફોન કરી પોતાની રાજકોટના મોટા વેપારી તરીકે આપી હતી. પોતાના ધંધામાં ખૂબ જ મોટા વ્યવહારો થતા હોય છે અને હાલમાં સુરતની પાર્ટીને અરજન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહી ઉંચુ કમિશનની લાલચ આપી વિશ્વાસમાં લીધા બાદ આંગડીયા પેઢીની સુરતની બ્રાન્ચમાંથી 39 લાખ મેળવી લીધા બાદ મોબાઈલ નંબર બંધ કરી છેતરપિંડી કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લાના રાધનપુર રોડ ખાતેની શ્યામ વિહાર સોસાયટીમાં રહેતા આશીષભાઈ મનુભાઈ પટેલ (ઉ.વ.35) છેલ્લા દોઢ વર્ષથી મહિધરપુરા ધોબી શેરી, ખોડીયાર ક્રુપા બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ‘મહાવેદ એન્ટરપ્રાઈઝ’ નામથી આંગડીયા પેઢી ચલાવે છે. અને તેમની અમદાવાદ, રાજકોટ, મોરબી, મુંબઈ અને છત્તીસગઢ રાયપુર ખાતે બ્રાન્ચો આવેલી છે. જે પૈકી છત્તીસગઢ રાયપુરની બ્રાન્ચના મેનેજર રણજીત રમેશજી ઠાકોરને ગત તા 5 મે ના રોજ અજાણ્યાઍ ફોન કરી પોતાની ઓળખ હરેશ તરીકે આપી હતી અને પોતે રાજકોટ ખાતે વિકાસ એન્ટરપ્રાઈઝ નામથી મોટી પેઢી ચલાવે છે. પોતાના ધંધામાં ખૂબ જ મોટા વ્યવહારો થતાં હોય છે. તેમ કહી રાયપુર ખાતેના મોટા વેપારી અને પેઢીના નામ આપ્યા હતા. ત્યારબાદ હરેશ નામના વ્યકિતઍ તેમનું મોટુ કામ ચાલુ હોવાથી ગુજરાત રાજયના અલગ અલગ શહેરોમાં પૈસા ટ્રાન્સફર કરાવવાના છે જેમાં સુરત ખાતે અરજ્ન્ટ પૈસા ટ્રાન્સફર કરાવવાના છે અને તે પાર્ટીને પેમેન્ટ મળી ગયા બાદ મને ચુકવી દેશે તેમ કહી વધુ કમિશનની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ એક દિવસ પછી એટલે 7 મે ના રોજ ફરી ફોન કરી રણજીતને સુરતમાં પાર્ટીને હાલમાં પૈસા આપવાના છે અને તેનું પેમેન્ટ આવતીકાલે સાંજ સુધીમાં મળી જશે કહી અવિનાશ નામના વ્યકિત મારફતે અલગ અલગ વખતમાં સુરતના મહિધરપુરાની બ્રાન્ચમાંથી કુલ રૂપિયા 37,05,600 મહિધરપુરાની બ્રાન્ચમાંથી મંગાવી મેળવી લીધા બાદ બંને જણાઍ પોતાના મોબાઈલ નંબર બંધ કરી દીધા હતા. રણજીતને ખ્યાલ આવી ગયો કે આ બંને જણાઍ તેમની બ્રાન્ચમાં ફોન કરી સુરતની બ્રાન્ચમાંથી પૈસા ઉસેડી લીધા બાદ છેતરપિંડ કરી છે જેથી અંગે આશીષભાઈ પટેલ ને જાણ કરતા તેઓએ ગતરોજ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોધાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande