વિજાપુરના પિલવાઇની શેઠ જેએસ હાઈસ્કૂલે ઉજવ્યો સ્થાપના દિન,
શાળા પ્રવેશી 100માં વર્ષમાં....
વિજાપુરના પિલવાઇની શેઠ જેએસ હાઈસ્કૂલે ઉજવ્યો સ્થાપના દિન, શાળા પ્રવેશી 100માં વર્ષમાં


મહેસાણા, 2 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઇ ગામની શેઠ જેએસ હાઈસ્કૂલે 99 વર્ષ પૂર્ણ કરી 100માં વર્ષમાં પ્રવેશ કરતા અવસરે શાળાના ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્થાપના દિન ઉજવાયો. વર્ષ 1927માં આરંભ થયેલી આ શાળા તાલુકાની સૌપ્રથમ શાળા તરીકે જાણીતી છે અને વર્ષો સુધી વિસ્તૃત વિસ્તારમાં શિક્ષણ આપતી રહી છે.

આ અવસરે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, હાલના વિદ્યાર્થીગણ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓએ સુંદર નૃત્ય અને ગીતો રજૂ કરી કાર્યક્રમમાં ઉમંગ ભરી દીધો હતો, જયારે વિવિધ ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા. શિક્ષણવિદ્ અને લેખક-પત્રકાર પ્રો. ડૉ. કાતિબભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને શાળાની ભવ્યતા વિશે ઉદબોધન આપ્યું હતું

.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande