પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.)પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને નવા ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવા માટે વિશેષ સમીક્ષા બેઠક યોજી. આ બેઠકમાં ઉપપ્રમુખ હિનાબેન શાહ, નગરસેવક દેવચંદભાઈ પટેલ, સેનિટેશન ઈન્સ્પેક્ટર આસમાનભાઈ પાલ, સિટી મેનેજર અભિષેક પટેલ, વોર્ડ ઈન્સ્પેક્ટર અને અન્ય સ્ટાફ સભ્યો હાજર રહ્યા.
નગરપાલિકાની ટીમે શહેરના મુખ્ય કચરા પોઈન્ટ્સ અને બજારોનું નિરીક્ષણ કર્યું અને સાથે ટ્રાફિકની સમસ્યાઓનું પણ મૂલ્યાંકન કર્યું. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં સ્વચ્છતા જાળવવા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવા માટે જરૂરી પગલાં લેવાનું હતું.
બેઠકમાં થયેલી ચર્ચા અને નિરીક્ષણના આધારે, નગરપાલિકા આગામી સમયમાં શહેરની સ્વચ્છતા અને ટ્રાફિક સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સઘન કાર્યવાહી હાથ ધરશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર