પાંચોટમાં યોજાયેલા ટેકવાન્ડો ટૂર્નામેન્ટમાં વી.આર.કર્વે શાળાના વિદ્યાર્થીઓએ ભગવતો દેખાવ કર્યો
મહેસાણા, 2 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના પાંચોટ ગામ ખાતે આવેલી રમતગમત સંકુલમાં યોજાયેલ તાલુકા સ્તરીય ટેકવાન્ડો ટૂર્નામેન્ટમાં શ્રી વી.આર. કર્વે પ્રોગ્રેસિવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. શાળાના વિદ્યાર્થી રાહુલ ઠાકોરે પ્રથમ
પાંચોટમાં યોજાયેલા ટેકવાન્ડો ટૂર્નામેન્ટમાં વી.આર.કર્વે શાળાના વિદ્યાર્થીઓએ ભગવતો દેખાવ કર્યો


મહેસાણા, 2 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના પાંચોટ ગામ ખાતે આવેલી રમતગમત સંકુલમાં યોજાયેલ તાલુકા સ્તરીય ટેકવાન્ડો ટૂર્નામેન્ટમાં શ્રી વી.આર. કર્વે પ્રોગ્રેસિવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

શાળાના વિદ્યાર્થી રાહુલ ઠાકોરે પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે પરમાર વિઘ્નેશે દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું. પટેલ કિશન અને કૈશવ પ્રેન્સે તૃતીય સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.

વિદ્યાર્થીઓના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનથી શાળાનો માન અને ઉત્સાહ બંને વધ્યા છે. સમગ્ર શાળા પરિવાર દ્વારા વિજેતાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી છે.

શાળાની રમતગમત ક્ષેત્રેની સતત મહેનત અને વિદ્યાર્થીઓની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે અને તેમને પણ આગળ વધવા માટે પ્રોત્સાહન આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande