પાટણમાં ગુણવત્તા માનક વિષયક, વૈજ્ઞાનિક કાર્યક્રમનું સફળ આયોજન
પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.)પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર અને ભારતીય માનક બ્યુરો (BIS) અમદાવાદના સંયુક્ત ઉપક્રમે 1 ઓગસ્ટ 2025ના રોજ “ગુણવત્તા માનક : ઉજ્જવળ ભવિષ્યની ચાવી” થીમ હેઠળ વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુણવ
પાટણમાં ગુણવત્તા માનક વિષયક વૈજ્ઞાનિક કાર્યક્રમનું સફળ આયોજન


પાટણમાં ગુણવત્તા માનક વિષયક વૈજ્ઞાનિક કાર્યક્રમનું સફળ આયોજન


પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.)પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર અને ભારતીય માનક બ્યુરો (BIS) અમદાવાદના સંયુક્ત ઉપક્રમે 1 ઓગસ્ટ 2025ના રોજ “ગુણવત્તા માનક : ઉજ્જવળ ભવિષ્યની ચાવી” થીમ હેઠળ વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુણવત્તા માનકો વિશે વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતામાં જાગૃતિ લાવવાનો અને દૈનિક જીવનમાં તેની ઉપયોગીતા વિશે સમજ વધારવાનો હતો.

કાર્યક્રમમાં પાટણ અને બનાસકાંઠાની ત્રણ શાળાઓમાંથી 100 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા 200 અન્ય મુલાકાતીઓ મળી કુલ 300 સહભાગીઓએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા વિદ્યાર્થીઓને બેટરી અને ફૂટબોલ જેવા વસ્તુઓ માટેના ખાસ ગુણવત્તા માનકોની સમજ આપવામાં આવી. વિજ્ઞાનમાં રુચિ વધે તે હેતુથી ક્વિઝ અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ ફેફસા કેન્સર દિવસ નિમિત્તે ફેફસાના રોગો અને કેન્સર અંગે જાગૃતિ ફેલાવતો કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓને નેશનલ સાયન્સ ઓલમ્પિયાડ જેવી પરીક્ષાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો નવી પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે ઉત્સાહ અને વિચારશીલતા લાવે છે, જે રાષ્ટ્રીય પ્રગતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande