પોરબંદર, 2 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર પેરોલ ર્ફોલો સ્કોડ બગવદરના બાવળવાવા ખાતેથી ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. દેવભૂમિ દ્રારકા જીલ્લાના જામકલ્યાણપુર પોલીસ સ્ટેશન પ્રોહિબીશનના ગુન્હામા છેલ્લા ચાર માસથી લાલશાહીથી નસતા ફરતા આરોપી બાવનભાઈ કાનાભાઈ કટારાને પૂર્વ બાતમીના આધારે પોરબંદર પેરોલ ફર્લો સ્કોડે બગવદરના બાવળ વાવ ખાતે ઝડપી લીધો હતો અને કલ્યાણપુર પોલીસને કબ્જો સોપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya