પોરબંદર, 2 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ,પ્રાકૃ તિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત નિમાયેલા કૃષિ સખી, કૃષિ સહાયક, પ્રાકૃ તિક કૃષિ વિકાસ બોર્ડના, આત્મા યોજનાના સ્ટાફે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને વંદે ગુજરાત ચેનલ પરથી જીવંત પ્રસારણ પ્રાકૃતિક કૃષિ અંગે સંબોધન અને માર્ગદર્શન નિહાળવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya