શ્રાવણ મહિનામા દશામાતાના દસ દિવસીય વ્રતનું પાટણમાં વિશેષ મહત્વ
પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.)શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ પાટણ શહેરમાં દશામાતાનું દસ દિવસીય વ્રત શરૂ થાય છે, જેને વિશેષ મહત્વ આપવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઓ આ વ્રત કરે છે અને 10 દિવસ સુધી એકટાણું અથવા નકરોડા ઉપવાસ કરીને ભક્તિપૂર્વક પાલન કરે છે
શ્રાવણ મહિનામા દશામાતાના દસ દિવસીય વ્રતનું પાટણમાં વિશેષ મહત્વ


પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.)શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ પાટણ શહેરમાં દશામાતાનું દસ દિવસીય વ્રત શરૂ થાય છે, જેને વિશેષ મહત્વ આપવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઓ આ વ્રત કરે છે અને 10 દિવસ સુધી એકટાણું અથવા નકરોડા ઉપવાસ કરીને ભક્તિપૂર્વક પાલન કરે છે. તેઓ સિદ્ધનાથ મહાદેવના મંદિર પરિસરમાં આવેલા દશામાતાના મંદિરે પૂજા-અર્ચના કરે છે.

વ્રતના છેલ્લા દિવસે વહેલી સવારથી જ મહિલાઓ દશામાતા મંદિર ખાતે પૂજન માટે ઉમટી પડે છે. મંદિરના પૂજારી શૈલેષભાઈ અતુભાઈ રાવલે જણાવ્યું કે આજે રાત્રે 10:30 વાગે 64 ઉપચારની મહાપૂજા તથા રાત્રે 12 વાગે 108 દીવાની ભવ્ય મહાઆરતી યોજાશે.

પૂજારીએ વધુમાં જણાવ્યું કે વ્રત પૂર્ણ થયા બાદ મહિલાઓએ ઘરમાં સ્થાપિત કરેલી દશામાતાની માટીની મૂર્તિનું વિસર્જન ઘરે જ કરવાનું રહેશે. તેમજ વહેલી સવારે 4થી 6 વાગ્યા દરમિયાન મંદિરમાં માતાજીની પ્રતિમાની પધરામણી પણ કરી શકાશે, માટે વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande