પાંડેસરામાં માથાભારે ઈસમ દ્વારા બે વેપારીને ખંડણી માટે ધમકી
સુરત, 2 ઓગસ્ટ (હિ.સ.)-પાંડેસરા, શ્રીરામ નગરમાં ધંધો કરતા બે વેપારી પાસેથી સ્થાનિક માથાભારે રવિ ઉર્ફે બંટીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી ખંડણીની માંગણી કરી હોવાની બે અલગ અલગ ફરિયાદ પોલીસમાં નોધાઈ છે. પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ પાંડેસરા આવીર્ભાવ સો
પાંડેસરામાં માથાભારે ઈસમ દ્વારા બે વેપારીને ખંડણી માટે ધમકી


સુરત, 2 ઓગસ્ટ (હિ.સ.)-પાંડેસરા, શ્રીરામ નગરમાં ધંધો કરતા બે વેપારી પાસેથી સ્થાનિક માથાભારે રવિ ઉર્ફે બંટીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી ખંડણીની માંગણી કરી હોવાની બે અલગ અલગ ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.

પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ પાંડેસરા આવીર્ભાવ સોસાયટીમાં રહેતા કૈલાશ માંગીલાલ કુમાવત (ઉ.વ.39) પાંડેસરા શ્રીરામ નગરમાં શ્રી દેવક્રુપા કરિયાણા સ્ટોર્સ નામે દુકાન ચલાવે છે. તેમની દુકાને ગત તા 22 જુલાઈના રોજ રવી ઉર્ફે બંટી ઉર્ફે ચોર તુકારામ બડગુજર (રહે, આવીર્ભાવ સોસાયટી, પાંડેસરા) આવી કોલર પકડી ઢીકમુક્કીનો મારમાર્યો હતો તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરી પુવર્ક 5 હજાર કઢાવી લઈ ગયો હતો

જયારે બીજા બનાવમાં આવીર્ભાવ સોસાયટીમાં જ રહેતા અનિલ મલ્લચ્યા કખ્યાતમ (ઉ.વ.35)ઍ ફરિયાદ નોîધાવી હતી.જેમાં તેઅોઍ જણાવ્યું હતું કે આરોપી રવી ઉર્ફે બંટી ઉર્ફે ચોર ગત તા 22 મીના રોજ તેમની દુકાને આવી કાઉન્ટર પર મુકેલ રૂપિયા ૨૫ હજારની કિંમતનું લેપટોપ લઈ ગયો હતો. અને લેપટોપના બદલામાં 10 હજારની માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પાડેસરા પોલીસે બંને દુકાનદારોની ફરિયાદ લઈ રવિ ઉર્ફે બંટી સામે અલગ અલગ બે ગુનાઅો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande