વારાહી ટોલબૂથ પર હિંસક હુમલો : રાધનપુરમાં હિંદુ સંગઠનોનો ઉગ્ર વિરોધ
પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.)સાંતલપુર તાલુકાના વારાહી ટોલબૂથ પર એક હિંસક ઘટના બની હતી જેમાં ટોલકર્મીઓએ કાળી સ્કોર્પિયો ગાડી પર લાકડીઓ અને ધોકા વડે હુમલો કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનામાં ગાડીમાં બેઠેલા પાંચ લોકોને ઈજા પહોંચી હતી. જણાવવ
વારાહી ટોલબૂથ પર હિંસક હુમલો : રાધનપુરમાં હિંદુ સંગઠનોનો ઉગ્ર વિરોધ


પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.)સાંતલપુર તાલુકાના વારાહી ટોલબૂથ પર એક હિંસક ઘટના બની હતી જેમાં ટોલકર્મીઓએ કાળી સ્કોર્પિયો ગાડી પર લાકડીઓ અને ધોકા વડે હુમલો કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનામાં ગાડીમાં બેઠેલા પાંચ લોકોને ઈજા પહોંચી હતી. જણાવવામાં આવે છે કે ટોલબૂથની ટેકનિકલ ખામીને કારણે ટોલ ચુકવવામાં સમય લાગ્યો હતો. ટોલકર્મીઓએ ગાડીચાલકને લેન બદલવાની સૂચના આપી, પરંતુ ચાલકે ગાડી આગળ વધારી દીધી. તેના કારણે બોલાચાલી વધી અને ટોલકર્મીઓ મારામારી પર ઉતરી આવ્યા.

આ ઘટનાએ ટોલ નાકા પરની સુરક્ષા વ્યવસ્થા અને ટોલ કર્મચારીઓના વર્તન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો છે અને તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ઘટનાના વિરોધમાં રાધનપુરના હિંદુ સંગઠનોએ મોટી સંખ્યામાં રેલી યોજી હતી. રેલી શહેરના મુખ્ય બજાર વિસ્તારમાંથી પસાર થઈ હતી અને નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પણ આપાયું હતું. આવેદનમાં ટોલ પર અસામાજિક તત્વો બેસેલા હોવાની અને તંત્રની મૌન સહમતી હોવાની ગંભીર આક્ષેપો કરાયા હતા.

હિંદુ સંગઠનના આગેવાનો હેંગા ભરવાડ અને હીરા ભરવાડે તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે ચિમકી આપી હતી કે જો દૃઢ અને તાત્કાલિક કાર્યવાહી નહિ થાય તો તેઓ ગાંધી ચિંધ્યા અહિંસક માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે. સંગઠનોએ તંત્રની નિષ્ક્રિયતાને પણ કટાક્ષ કર્યો અને જવાબદારો સામે પગલાં લેવાની માગ ઊભી કરી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande