પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી કરાઈ.
પોરબંદર, 2 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” નિમિતે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વિભાગ સાથે રહીને “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણી દ્વારા મહ
પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી કરાઈ.


પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી કરાઈ.


પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી કરાઈ.


પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી કરાઈ.


પોરબંદર, 2 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” નિમિતે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વિભાગ સાથે રહીને “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણી દ્વારા મહિલાઓ સામાજીક, આર્થિક, માનસિક અને શારિરીક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બહેનોને તેમના ભવિષ્ય માટે તેમના બાળકો પરિવારની પ્રગતિમાં સહભાગી બને તે અંગે શુભેચ્છાઓ પાઠવી હતી.

ત્યારબાદ કમલાબાગ પોલીસ સ્ટેશનના શી-ટીમના ઇન્ચાર્જ પી.એસ.આઈ એ.એ. ડોડિયાએ તથા શી-ટીમના રમીલાબેન દ્વારા SHE-Team ની ભુમિકા , સ્વ રક્ષણની તાલીમ તેમજ પોલીસ વિભાગના કાર્ય વિશે જાણકારી આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક રાજીબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી અને સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.આ કાર્યક્રમમાં મહિલાઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન, મોબાઈલ એપ્લીકેશન અને મહિલા અને બાળ વિકાસ વિભાગના તમામ એકમોની માહિતી તેમજ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, બાળસુરક્ષા એકમમાં કાર્યરત વિવિધ યોજનાઓ અને સેવાઓ, ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કામગીરી, મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓ વિશે જાણકારી આપવામા આવી હતી. વધુમાં મહિલાઓને વ્હાલી દીકરી યોજનાની માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં વ્યાયમના દાવ બતાવીને સેલ્ફ ડિફેન્સની તાલીમ દરેકે લેવી જોઈએ એ અન્વયે પોલીસ વિભાગ દ્વારા સુચન આપવામા આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરીના સ્ટાફ, બાળ સુરક્ષા,તેમજ પોલીસ વિભાગના કર્મચારીઓ અને ગોઢાણીયા બીએસડબલ્યુ - એમએસડબલ્યુની વિદ્યાર્થીનીઓ અને અન્ય કચેરીઓને કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande