પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં ચાર જેટલા ખલાસીઓ દરિયામાં ગુમ થયા હોવાની જણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રમેશભાઈ બાંભણીયાએ નવીબંદર પોલીસ મથકમાં જણાવ્યા મુજબ તેમના સહીત કુલ 9 જેટલા ખલાસીઓ IND-GJ-14-MM-2364 રજીસ્ટ્રેશન વાળી મુરલીધર નામની બોટ લઈ દરિયામાં માછીમારી કરવા ગયેલા હતા. તેઓ રાજપરા બંદરથી આશરે 15 થી 20 નોટિકલ માઈલ દૂર માછીમારી કરતા હતા ત્યારે ખરાબ હવામાનને કારણે દરિયામાં મોજું આવી જતા બોટ પલ્ટી મારી ગઈ હતી જેમાં તમામ ખલાસીઓ ડૂબી ગયા હતા. વિજયભાઈ છગનભાઈ ચુડાસમા, ચીથરભાઈ બારૈયા, વિનોદભાઈ કાળુભાઈ બાભંણીયા અને પ્રદીપભાઈ રમશેભાઈ ચુડાસમા નામના ચાર ખલાસીઓ પાણીમાં ગુમ થઈ ગયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya