ગોકાણીની વાડી પાસે થયેલ અકસ્માતમાં ફરિયાદ નોંધાય.
પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર રેલવે સ્ટેશન રોડ પર આવેલી ગોકાણીની વાડી પાસે ગત તા. 5 ઓગસ્ટના રોજ એક કાર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો જેમાં ભોગ બનનારને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્
ગોકાણીની વાડી પાસે થયેલ અકસ્માતમાં ફરિયાદ નોંધાય.


પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર રેલવે સ્ટેશન રોડ પર આવેલી ગોકાણીની વાડી પાસે ગત તા. 5 ઓગસ્ટના રોજ એક કાર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો જેમાં ભોગ બનનારને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ઈજાઓ વધુ હોવાથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ રીફર કરવામાં આવ્યો હતો. અમદાવાદ હોસ્પિટલના તબીબો દ્વારા ઈજાગ્રસ્ત પૃથ્વીને તપાસતા ડાબા પગનું હાડકું તૂટી ગયું તેમજ બે નસ બ્લોક થયેલી અને માસશીટ પણ તૂટી ગાયેલીલ હાલતમાં હોવાનું જણાવ્યું હતું અને તેનો ઈલાજ શરુ કર્યો હતો. ઈજાગ્રસ્ત પૃથ્વી 10 દિવસથી વધુ સમય અમદાવાદ હોસ્પિટલ ખાતે એડમિટ કરેલ હતો અને તેમના પિતા પણ તેમની સાથે જ અમદાવાદ હતા. ગઈ કાલે તેઓ પોરબંદર પરત ફરતા ભોગ બનનાર પૃથ્વીના પિતા અશોકભાઈ ડાકીએ GJ 25 J 5935 કારના ચાલક વિરુદ્ધ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande