જામનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : છોટીકાશી' કહેવાતા જામનગરમાં ભાદરવા મહિનાની ચર્તુર્થીથી અનંત ચતુદર્શી સુધી સાર્વજનિક ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાતો હોય છે. લોકમાન્ય તિલક દ્વાર મહારાષ્ટ્રમાં આરંભ કરવામાં આવેલ આ પરંપરા આજે દેશભરમાં એક ભક્તિ પર્વ બની ગઇ છે.
આજથી ૧૦ દિવસીય ગણેશોત્સવનો આરંભ થયો છે ત્યારે નગરનાંં પરંપરાગત અને પ્રખ્યાત સાર્વજનિક સાર્વજનિક ગણેશ મંડલોનાં પંડાલોમાં ભગવાન ગજાનન વિવિધ સ્વરૂપોમાં બિરાજમાન થઇ ગયા છે. ગતરાતે ગણેશ ભગવાનની મૂર્તિઓ વાજતે ગાજતે લાવવામાં આવી હતી અને આજે સવારથી શુભમુર્હૂતમાં સ્થાપના કરવામાં આવી હતી.
ભક્તોએ પોતાનાં ઘરે પણ ભગવાન ગજાનની સ્થાપના કરી છે. સાર્વજનિક ગણેશોત્સવમાં પ્રતિદિન મહાઆરતી - મહાપ્રસાદ સહિતનાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt