પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં નાયબ બાગાયત નિયામકની કચેરી અને ગુજરાત એગ્રો ઇન્ડસીઝ કોર્પોરેશન લી, ગાંધીનગર દ્વારા પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ફોર્મલાઇઝેશન એન્ટરપ્રાઇઝ (PMFME) યોજના અંગે ચેમ્બર ઓફ કોમર્સ, કીર્તીમંદિર પોલીસ સ્ટેશનની સામે, પોરબંદર ખાતે એક દિવસીય વર્ક શોપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ વર્કશોપ દરમ્યાન ફૂડ પ્રોસેસીંગને લગત ઉદ્યોગો માટે મશીનરી ખરીદવા માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાત એગ્રો ઇન્ડસીઝ કોર્પોરેશન લી, ગાંધીનગરના પ્રોજેક્ટ મેનેજર હેતલબેન પાઠક દ્વારા PMFME યોજનાના હેતુ, લાભ લેવા માટેના માપદંડ, અરજી કરવા માટે તથા અરજી મંજુર કરવા માટેની પ્રક્રિયા તેમજ ફૂડ પ્રોસેસીંગમાં કઇ પ્રોડક્ટ માટે અરજી કરી શકાય સહીતની બાબતો અંગે સવિસ્તાર માહિતિ આપવામાં આવી હતી.વર્કશોપના અંતે હાજર લાભાર્થીઓને મુઝવતા પ્રશ્નોનુ નિરાકરણ કરવાની સાથે તેમના અનુભવ તેમજ ફીડ બેક પણ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય પ્રોજેક્ટ મેનેજર, ચેમ્બર ઓફ કોમર્સના ચેનમેન, ઉપ ચેરમેન, એગ્રો ઇન્ડસીઝ કોર્પોરેશન લી, ગાંધીનગરના પ્રોજેક્ટ મેનેજર તથા નાયબ બાગાયત નિયામક દ્વારા કરાવામાં આવ્યુ હતુ તેમજ કાર્યક્રમનુ સંચાલન નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવેલ હતુ. તેમ નાયબ બાગાયત નિયામક શ્રીમતી કે.જે પંચાલની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya