જામનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરની ધી નવાનગર કો.ઓપ. બેંક લિ. દ્વારા તા. ર૬-૭-ર૦રપ ના ક્રેડીટ ઈન્ફોરમેશન સિસ્ટમ અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. યુનાઈટેડનેશન દ્વારા વર્ષ ર૦રપ ને ઈન્ટરનેશનલ કો.ઓપ. વર્ષ જાહેર થતા આ સેમિનાર યોજાયો હતો. જેમાં નિષ્ણાત વક્તા તરીકે અપૂર્વ ભગત એડવોકેટ ફેક્લ્ટી તરીકે ક્રેડીટ ઈન્ફોર્મેશન વિશે માહિતી આપી હતી. લોનધારકને ક્રેડીટ રિપોર્ટમાં નડતી મુશ્કેલીઓ તથા ક્રેડીટ રિપોર્ટ વિશે પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં શહેરની અન્ય કો.ઓપ. બેંકો, જેમાં કો.કો. બેંક, મહિલા બેંક, સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસા. તથા સહકારી મંડળીઓ ટેકનોલોજી સંલગ્ન અધિકારીઓ, કર્મચારીઓ, બેંક તથા મેનેજમેન્ટ અધિકારીઓ, તેમજ બેંકના ડાયરેક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર સેમિનારનું આયોજન નવાનગર કો.ઓપ. બેંક દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt