મનપા દ્વારા રહેણાંકના દાખલા કાઢી ન દેતા રોષ.
પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા હાલ વહીવટી શાસન છે ત્યારે લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે ત્યારે પોરબંદર જીલ્લા યુવા ભાજપના પુર્વ પ્રમુખ અજય બપોદરાએ રહેણાંકના દાખલા બાબતે રજુઆત કરતા ડેપ્યુટી કમિશ્નરના ઉડાવ જવાથી આર્કોશ વ્યકત કર્ય
મનપા દ્વારા રહેણાંકના દાખલા કાઢી ન દેતા રોષ.


પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા હાલ વહીવટી શાસન છે ત્યારે લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે ત્યારે પોરબંદર જીલ્લા યુવા ભાજપના પુર્વ પ્રમુખ અજય બપોદરાએ રહેણાંકના દાખલા બાબતે રજુઆત કરતા ડેપ્યુટી કમિશ્નરના ઉડાવ જવાથી આર્કોશ વ્યકત કર્યો હતો. પોરબંદર જીલ્લા યુવા ભાજપ યુર્વ પ્રમુખ અજય બાપોદરાએ મીડીયા સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે, હાલ આંગણવાડી ભરતીના ફોર્મ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મનપામાં રહેણાંકના દાખલ કાઢી આપે છે પરંતુ અન્ય સામાન્ય નાગરીકનું શુ ? બોખીરામાંથી એક મહિલા ત્રણ દિવસથી ધક્કા ખાય છે દાખલ બાબતે ત્યારે મનપા અધિકારીઓને પુછયુ તો એવુ કહે છે ડેપ્યુટી કમિશ્નર હર્ષ પટેલની સુચનાથી હાલ આંગણવાડીને લગતા દાખલ કાઢી આપવામા આવે છે આ બાબતે ડેપ્યુટી કમિશ્નર હર્ષ પટેલ સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, અમારી પાસે દાખલ કાઢી આપવા સતા નથી !! આવો એક ડેપ્યુટી કમીશ્નર તરીકે કેવો જવાબ આ બાબતે ગાંધીનગર ઉચ્ચતરીય રજુઆત કરીશ અધિકારીઓના આવા જવાબો યોગ્ય નથી લોકો હેરાન થાય છે છતાં અધિકારીઓ આવા જવાબો આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande