મોડાસા, 27 ઓગસ્ટ (હિ.સ.)
ગુજરાતમા IPS અધિકારીઓ નો બદલીનો દોર શરુ થયો હતો અને જેમાં ઘણા IPS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી બે વર્ષ થી વધુ સમય વિતાવી ચૂકેલા વિવિધ IPS અધિકારીઓ ની બદલીઓ કરવામાં આવી હતી જેમાં અરવલ્લી જિલ્લામાં બે વર્ષથી વધુ સમય સુધી કાર્યરત જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલ તેમજ ASP સંજય કેશવાલ ની પ્રમોશન સાથે બદલી કરવામાં આવી હતી જેને લઇ અરવલ્લી જિલ્લામાં પોલિસ દ્વારા એક ખાનગી હોટલમાં બંને IPS અધિકારીઓની બદલી ને લઇ વિદાય સમારંભ યોજાયો હતો. જે પ્રસંગે જિલ્લા કલેકટર સહીત જિલ્લા વિકાસ અધિકારી સાથે વિવિધ પોલિસ સ્ટેશન ના PI, PSI, પોલિસ પરિવાર આગેવાનો સહીત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલિસ વડા એ અરવલ્લી જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે વિવિધ લોકો એ ASP તેમજ SP ને અલ્પાહાર આપી ભાવ ભરી વિદાય આપી હતી સાથે બંને અધિકારીઓ ને પોલિસ જીપ માં વરસાદના માહોલ વચ્ચે જીપ દોરડા વડે ખેંચીને વિદાય આપતા અલ્હાદાયક દ્રશ્ય સર્જાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ